ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે ના હોય તો જરા પણ ટેન્શન લેવાની જરૂર નથી, આ ટ્રીકથી દંડ ભરવો નહીં…

Published on: 5:08 pm, Sat, 10 July 21

ઘણી વખત એવું બનતું હોય છે કે તમે જરૂરી ડોક્યુમેન્ટ ઘરે ભૂલી જાઉં છું અને ડોક્યુમેન્ટ વિના ઘરની બહાર નીકળી પડો છો. આ ભૂલના કારણે તમને ઘણું નુકસાન થતું હોય છે. આ ઉપરાંત તમે ગાડીના જરૂરી ડોક્યુમેન્ટ પણ અમુક વખત ઘરે ભૂલી જાવ છો જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે અને એના પરિણામે તમારે દંડ ચૂકવવો પડે છે.

તો તમારા માટે એક ખૂબ જ સરળ રીત છે. જો ડ્રાઇવિંગ કરતા સમયે તમારું લાયસન્સ તમારી પાસે નથી કે પછી તમે ભૂલી ગયા છો તો માત્ર તમારા ફોનમાં આ કામ કરવાથી તમે દંડ ભરવાથી બચી શકો છો.

તે માટે તમારે ફોનમાં digilocker અથવા તો mparivahan એપ ડાઉનલોડ કરવી પડશે. આ એપ્લિકેશનમાં તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કે બીજા વાહન જરૂરી ડોક્યુમેન્ટ એપ માં રાખી શકો છો.

ટ્રાફિક રેગ્યુલેશન ના નવા નિયમ મુજબ digilocker માં રહેલા ડોક્યુમેન્ટ માન્ય ગણાશે. સૌપ્રથમ digilocker.gov.in કે digotallocker.gov.in પર જોઈ શકો છો.

ત્યાર બાદ તમારે sign up પર ક્લિક કરો. ત્યારબાદ એક નવું પેજ ખુલશે ત્યાં તમારો ફોન નંબર નાખો. ત્યારબાદ તમારા નંબર પર ઓટીપી આવશે. હવે otp નાખ્યા બાદ તમારું યુઝર નેમ અને પાસવર્ડ સેવ કરી લો. હવે તમે digilocker નો ઉપયોગ કરી શકો છો.

ડીજી લોકર એપ્લીકેશન તમે google કે એપ સ્ટોર માંથી ડાઉનલોડ કરી શકો છો. હવે એપ્લિકેશન માં લોગીન કરો ત્યારબાદ ડોકયુમેન્ટ પર ક્લિક કરો ત્યાં વિકલ્પ માં દેખાતા ડોકયુમેન્ટ પર ક્લિક કરી અપલોડ બટન પર ક્લિક કરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે ના હોય તો જરા પણ ટેન્શન લેવાની જરૂર નથી, આ ટ્રીકથી દંડ ભરવો નહીં…"

Leave a comment

Your email address will not be published.


*