પેટ્રોલ અને ડિઝલની વધતી કિંમતોથી દેશની સાથે સાથે પંજાબની જનતા પણ પરેશાન છે. કેન્દ્ર સરકારે જેવા પેટ્રોલના ભાવમાં પાંચ રૂપિયા પ્રતિ લીટર અને ડિઝલના ભાવમાં દસ રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ
ડ્યુટી ઘટાડવા નિર્ણય લીધો એવામાં પંજાબ જેવા રાજ્યો પર વધુ નૈતિક દબાણ વધી ગયું હતું કારણકે ત્યાં પણ ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી આવનાર છે.
મંથન બાદ પંજાબ સરકારે મોટો નિર્ણય લઈને પેટ્રોલના ભાવમાં 10 રૂપિયા અને ડિઝલના ભાવમાં પાંચ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરી દીધો છે.આ નવા ભાવ આજ રાતથી લાગુ થશે.
પંજાબની જનતાને એક જ અઠવાડિયામાં પેટ્રોલ પંદર રૂપિયા સસ્તુ અને ડીઝલ 15.50 રૂપિયા સસ્તું થયું છે.3 નવેમ્બરના રોજ અમૃતસરમાં ડીઝલનો ભાવ 100.95 રૂપિયા પ્રતિ લીટર હતો. દસ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યા બાદ 4 નવેમ્બરના રોજ પેટ્રોલ 89.32 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!