સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

જો તમે પણ સોના-ચાંદી ખરીદવા માંગો છો તો તમારા માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે. આ ટ્રેડીંગ દિવસોમાં હાલ તે ભાવમા નરમાઈ જોવા મળી છે. જ્યારે આજના ટ્રેડીંગ દિવસમાં સોનાના ભાવમાં વધારો થયો અને ચાંદી ના ભાવમાં પણ આજે વધારો જોવા મળ્યો છે.

આ ટ્રેડિંગ સપ્તાહના છઠા દિવસે એટલે કે, શનિવારે સોનું 680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 75,170 રૂપિયા નોધ્યું હતું. જ્યારે અગાઉના ટ્રેડિંગ દિવસે શુક્રવારે સોનાનો ભાવ 280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 74,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

શનિવારે ચાંદી 1,700 રૂપિયા વધીને 92,600 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. આ પહેલા શુક્રવારે પણ ચાંદી 1,000 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ હતી અને 90,900 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી.