દેશભરમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહે છે. તમે દરરોજ સોશિયલ મીડિયા પર ઘણી અવારનવાર ભયંકર અકસ્માતની ઘટનાઓ વિશે સાંભળતા હશો અને ઘણી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોતા હશો. ત્યારે હૈયુ ધ્રુજાવી દેતા એક અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
આ ઘટનામાં રસ્તા પર જતી ક્રેનની નીચે આવી જતા એક યુવકનું કરુણ મૃત્યુ થયું છે. જ્યારે યુવકનો સાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે અને તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે યુવક બેફામ રીતે બાઈક ચલાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી.
જેના કારણે બાઇક પર સવાર બંને યુવકો રોડ ઉપર ઘસડાયા હતા. આ દરમિયાન એક યુવક પાછળથી આવતી ક્રેનની નીચે કચડાઈ ગયું હતું અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. સમગ્ર ભયંકર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતની ઘટના પંજાબના લુધિયાણામાં ચંદીગઢ રોડ ઉપર બની હતી.
ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, બાઈક સવાર બે યુવકો આગળ જતી ક્રેનને ઓરવટેક કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન અચાનક જ બાઈક ચાલકે બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બાઇક બેકાબુ બનીને રોડ પર સ્લીપ ખાઈ ગઈ હતી. આ દરમિયાન બંને યુવકો રોડ ઉપર ઘસડાયા હતા. જ્યારે એક યુવક ટ્રેનની નીચે આવી ગયો હતો અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.
મૃત્યુ પામેલા યુવકનું નામ સુરિન્દર કુમાર હતું. જ્યારે અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો તેને આસપાસના લોકો સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. આ ઘટનાની માહિતી મળતા જ મૃત્યુ પામેલા યુવકના પરિવારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરિવારના જુવાનજોધ દીકરાનું મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડો તૂટી પડ્યો હતો.
યુવકની ઉતાવળ બની ગઈ મોતની સજા..! બાઈક સ્લીપ થઈ જતા એવો ગંભીર અકસ્માત સર્જાયો કે…નબળા હૃદય વાળા તો વિડિયો જ ન જોતા… pic.twitter.com/VNykU6355C
— GUJJU ROCKZ (@gujju_rockz) March 15, 2023
અકસ્માતની ઘટના બન્યા બાદ ક્રેનચાલક ઘટના સ્થળે જ ક્રેન મૂકીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ક્રેન કબજે કરી લીધી છે અને ક્રેન ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતનો વાયરલ થઈ રહેલો સીસીટીવી ફૂટેજ જોઈને તમે જ કહો કે આ અકસ્માતની ઘટનામાં ક્રેન ચાલકની ભૂલ હતી કે નહીં.? વીડિયો જોઈને તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂર આપજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment