સુરતમાં ચોરને પકડવા ગયેલા યુવકે ગુમાવ્યો પોતાનો જીવ, જાણો એવું તો શું થયું હશે કે યુવકનું મૃત્યુ થયું…

Published on: 11:31 am, Fri, 10 September 21

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે બનેલી ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ છે. અહેવાલ મુજબ એક સોસાયટીમાં રાત્રે ત્રણ જેટલા ચોર ચોરી કરવા ઘૂસ્યા આવ્યા હતા.

પરંતુ ચોર જ્યારે ઘરમાં ઘૂસી અત્યારે ઘરના લોકો જાગી ગયા હતા અને ચોરોને ત્યાંથી ભાગવું પડ્યું હતું. ત્યારે એક ચોરને પકડવા તેની પાછળ દોડ્યો હતો.

ત્યારે ચોરોએ યુવકનો જીવ લઇ લીધો હતો અને યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ આ ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી.

આ ઘટનાની જાણ થતા સ્પાન્સના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. મળતી માહિતી મુજબ પાંડેસરા વિસ્તારમાં આવેલી મણીનગર સોસાયટી માં પ્લોટ નંબર 73 માં રહેતા યુવક સાથે આ ઘટના બની હતી.

જયારે રાત્રીના સમયે ચોર ઘરમાં ઘૂસી આવ્યા હતા ત્યારે ઘરના સભ્યો જાગી ગયા હતા અને ત્યારે વિરેન્દ્ર નામનો એક યુવક ચોરને પકડવા માટે તેની પાછળ ભાગ્યો હતો અને તે સમય દરમિયાન ચોરોએ વિરેન્દ્ર નો જીવ લઇ લીધો હતો.

આ ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. વિરેન્દ્ર ના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં ચોરને પકડવા ગયેલા યુવકે ગુમાવ્યો પોતાનો જીવ, જાણો એવું તો શું થયું હશે કે યુવકનું મૃત્યુ થયું…"

Leave a comment

Your email address will not be published.


*