સાસરિયામાં ખેતરે જઈ રહેલા યુવકને લાગ્યો જબરદસ્ત કરંટ, હોસ્પિટલ પહોંચે તે પહેલા તો યુવકનું કરુણ મૃત્યુ…

Published on: 2:55 pm, Fri, 3 June 22

ગુરૂવારના રોજ રાત્રે બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં વીજ કરંટ લાગવાના કારણે એક યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ દુઃખદાયક ઘટના ભોજપુર જિલ્લાના શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરિહરપુર આ ગામમાં બની હતી. મળતી માહિતી અનુસાર સાસરિયામાં આવેલા એક યુવકને અહીં રાત્રે વીજ કરંટ લાગ્યો હતો.

આ ઘટના બન્યા બાદ યુવકને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં તો તેનું રસ્તામાં મૃત્યુ નીપજયું હતું. આ ઘટના બનવાના કારણે આસપાસના વિસ્તારમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને યુવકના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 31 વર્ષીય રાજેશ કુમારનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. રાજેશકુમાર વ્યવસાયે એક મજુર હતો. મળતી માહિતી અનુસાર એક અઠવાડિયા પહેલા તે પોતાના સાળાના લગ્નમાં હરિહરપુર ગામમાં સાસરિયુંને ત્યાં આવ્યો હતો.

ગુરૂવારના રોજ રાતે રાજેશકુમાર શૌચ માટે ખેતરમાં જતા હતા. ત્યાં રસ્તા પર વીજળીનો વાયર તૂટીને રોડ પર પડ્યો હતો. જ્યારે રાજેશકુમાર રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે તેઓ વીજળીના વાયરને અડી ગયા હતા આ કારણોસર તેમને જબરદસ્ત કરંટ લાગ્યો હતો.

જેથી તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બન્યા બાદ સંબંધીઓ રાજેશકુમાર ને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો એમનું રસ્તામાં જ કરૂણ મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!