હાલમાં બનેલી એક ચોકાવનારી અને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ પોતાની પત્ની અને બે બાળકોનો જીવ લઈ લીધો છે. ત્રણેયનું જીવ લીધા બાદ ત્રણેયના ચહેરા ઉપર એસિડ નાખ્યું હતું. માત્ર બે લાખ રૂપિયા દહેજ તરીકે ન આપતા યુવકે આ પગલું ભર્યું છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના પરિવારના લોકોને પણ આરોગ છે કે, બે લાખ રૂપિયા માટે દીકરીનો પતિ તેને ખૂબ જ હેરાન કરતો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવકે ગુસ્સામાં આવીને પોતાની પત્ની અને બંને માસુમ બાળકોનો જીવ લઈ લીધો છે. અને ત્રણેયનો જીવ લીધા બાદ ઓળખાણ છુપાવવા માટે ત્રણેયના મોઢા ઉપર એસિડ નાખ્યું હતું. આ ઘટના મુઝફફરપુર બની હતી. અહીં શુક્રવારના રોજ ગાયઘાટ પર બાગમતી નદીની બાજુમાં ખાડામાંથી ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. ત્રણેયના મૃતદેહ ને ઓળખી લેવામાં આવ્યા છે.
એક મહિલા અને બે બાળકોના છે. મૃતક મહિલાની ઓળખ નીતુ કુમારી (ઉંમર 28 વર્ષ), તેનો દીકરો સુજીત (ઉંમર છ વર્ષ) અને દીકરી ગંગા કુમારી (ઉંમર ચાર વર્ષ) તરીકે થાય છે. આ સમગ્ર ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ નીતુ કુમારીના પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. પરિવારજનો નો આરોગ છે કે નીતુ કુમારીના પતિ દિપક શાહ અને અન્ય સાસરિયાઓએ આ લોકોનો જીવ લઈને મૃતદેહને અહીં ફેંકી દીધા છે.
આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. આ ઘટનાના તમામ આરોપીઓ ઘર છોડીને ફરાર થઈ ગયા હતા. નીતુ કુમારીના માતાનું કહેવું છે કે, જમાઈ દ્વારા બે લાખ રૂપિયા ના દહેજ ની માંગણી કરવામાં આવતી હતી. આ પૈસા ન આપતા તેને અમારી દીકરી અને તેના બંને બાળકોનો જીવ લઈ લીધો છે. આટલું જ નહીં પરંતુ તેમની ઓળખાણ છુપાવવા માટે તેમના મોઢા ઉપર એસિડ નાખ્યું હતું.
જોકે પોલીસ દ્વારા આ વાતની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી. મળતી માહિતી અનુસાર, મંગળવારથી જ નીતુ કુમારી અને તેના બંને બાળકો ગુમ હતા. જ્યારે નીતુ કુમારીના માતા-પિતાએ સાસરિયાઓને પૂછ્યું ત્યારે સાસરીયાઓએ કહ્યું હતું કે તેઓ જલંધર ગયા છે. ત્યારે શુક્રવારના રોજ જાણવા મળ્યું કે ત્રણ લોકોને મૃતદેહ મળી આવ્યા છે.
ત્યારબાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પરિવારના લોકોનું કહેવું છે કે જમાઈ તેમની દીકરી અને દીકરીના બંને બાળકોનો જીવ લઈ લીધો છે. પરંતુ આ વાતને લઈને પોલીસે હજુ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરી નથી. નીતુના સાસરિયાઓ ફરાર છે. તેમની ધરપકડ કર્યા બાદ સમગ્ર ઘટનાને લઈને સાચી માહિતી મળશે અને મૃત્યુનું સાચું કારણ બહાર આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment