દેશના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઇન્દોર શહીદ રાજ્યભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે વરસાદી પાણી રસ્તા પર ભરાઈ ગયા છે. આ કારણોસર વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહે છે.
ત્યારે દેવાસ જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે નદીનાળા તૂટ્યા છે. ત્યારે અહીં બાગલી વિસ્તારમાં એક યુવક પોતાની બાઈક સાથે પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયું હતું. સારી વાત એ છે કે આ ઘટનામાં યુવકનો જીવ બચી ગયો હતો. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે એક બાઈક ચાલક યુવક ફસાયો છે. ત્યારે અચાનક જ આ યુવક પાણીના જોરદાર પ્રવાસ સાથે બાઈક સાથે તણાઈ જાય છે. ત્યારબાદ આ યુવકને બચાવી લેવામાં આવે છે.
આ ઘટના બની ત્યારે ઘટના સ્થળે હાજર એક વ્યક્તિએ આ દ્રશ્ય પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોઈને લોકો ચોકી ઉઠ્યા છે. મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો છે.
બાઈક સવાર યુવક પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયો, ત્યારબાદ અચાનક થયું એવું કે – જુઓ ઘટનાનો વિડીયો pic.twitter.com/Ow7RrtzPaY
— GUJJU ROCKZ (@gujju_rockz) July 6, 2022
જેના કારણે અનેક જગ્યાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે. આ ઉપરાંત ઇન્દોરમાં સિઝનમાં પહેલીવાર આટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે ઈન્દોરમાં ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે. ભારે વરસાદના કારણે હાઇવે રોડ ઉપર પાણી આવી જવાના કારણે ભોપાલ ઈન્દોર હાઇવે પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment