ગુજરાતમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવાને ઓનલાઈન ગેમના કારણે સુસાઇડ કર્યું છે. આ લાલબત્તી સમાન કિસ્સો પંચમહાલ માંથી સામે આવી રહ્યો છે. જાણવા મળી રહ્યો છે કે યુવાન ઓનલાઈન ગેમ રમી રહ્યો હતો. ત્યારે તેના એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા હતા.
આવું તેને સુસાઇડ નોટ માં લખીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મૃત્યુ પામેલા યુવાનોનું નામ વિનોદ પારધી હતું અને તેની ઉંમર 30 વર્ષની હતી. વિનોદ પંચમહાલના ગોધરા રેલવે સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ બાકરોલ રેલ્વે સ્ટેશન નજીક ઝુંપડું બાંધીને રેલવેના કોન્ટ્રાક્ટમાં કામ કરતો હતો.
વિનોદ મધ્યપ્રદેશનો રહેવાસી હતો. વિનોદને ફોનમાં ઓનલાઇન ગેમ રમવાનો ચસ્કો ચડી ગયો હતો. વિનોદ પોતાની મજૂરીથી કમાયેલા પૈસા પણ ગેમમાં જુગાર રમવા માટે રોકી દેતો હતો. કેટલીક વખત ગેમ રમતી વખતે તેને ગેમમાંથી સારા રૂપિયા મળ્યા હતા.
જાણવા મળી રહ્યું છે કે તેને બચત કરેલા ત્રણ લાખ રૂપિયા તેને ગેમમાં દાવ પર લગાવી દીધા હતા. આ રકમ હારી જતાં જ વિનોદ ડિપ્રેશનમાં આવી ગયો હતો. હવે તે શું કરશે અને પરિવારના સભ્યોને શું મોઢું બતાવશે તેના વિચારમાં વિનોદે સુસાઇડ નોટ લખીને પોતાનું જીવનનું ટૂંકાવી લીધું હતું.
વિનોદના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. વિનોદ પરિવારનો આધાર સ્તંભ હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને પોલીસને વિનોદ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment