સુરતમાં આજથી થોડાક દિવસ પહેલા બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં આવેલી ગ્રીન સોસાયટીમાં ધાર્મિક કાર્યક્રમ હતો. જેના કારણે કેટલીક મહિલાઓ ગરબા રમી રહી હતી. આ દરમિયાન ત્રીજા માળાથી એક યુવક મહિલાઓ ઉપર પાણી નાખી રહ્યો હતો.
આ દરમિયાન અચાનક જ તે ત્રીજા માળેથી નીચે પડ્યો હતો. આ કારણોસર યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં આવેલી પ્રિયંકા ગ્રીન સોસાયટીમાં થોડાક દિવસ પહેલા કાનબાઈ માતાની રથયાત્રા યોજાઈ હતી.
આ રથયાત્રામાં કેટલીક મહિલાઓ ગરબે રમી રહી હતી. આ દરમિયાન એક યુવક સોસાયટીના ત્રીજા માળના મકાન ઉપર ચડ્યો હતો. અહીં ચડીને યુવક ગરબે રમી રહેલી મહિલા પર પાણી છાંટી રહ્યો હતો. આ દરમિયાન ગેલેરીની સેફટી ગ્રીલ અચાનક જ તૂટી ગઈ હતી.
એ..એ..ગયો..! ગરબે રમી રહેલી મહિલા પર પાણી છાંટી રહેલો, યુવક ત્રીજા માળેથી નીચે પડ્યો… વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે… pic.twitter.com/Xd2UEfJ52Q
— GUJJU ROCKZ (@gujju_rockz) September 9, 2023
જેના કારણે મહિલાઓ ઉપર પાણી છાંટી રહેલો યુવક અચાનક જ ત્રીજા માળેથી નીચે પડ્યો હતો. આ ઘટના બનતા જ ત્યાં હાજર આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. યુવકને જોઈને સૌ કોઈ લોકોનો શ્વાસ અધર થઈ ગયો હતો. ત્યારબાદ યુવો કરે જાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
આ ઘટના ઘણા દિવસ પહેલા બની હતી. પરંતુ તેનો વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘટનાનો વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકોના રુવાડા બેઠા થઈ ગયા છે. ઉપરાંત વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અમારી ટીમ gujju rockz આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment