મિત્રો એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિશ્વની સૌથી વૃદ્ધ મહિલાનું મંગળવારના રોજ રાત્રિના સમયે અવસાન થયું છે. આ વૃદ્ધ મહિલાનું 118 વર્ષની ઉંમરે અવસાન થયું છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અનુસાર, ફ્રેન્ચ સાધ્વી સિસ્ટર આન્દ્રે વિશ્વના સૌથી વૃદ્ધ મહિલા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે તેમનો જન્મ 11 ફેબ્રુઆરીના રોજ 1904માં થયો હતો.
25 દિવસ પછી તેમના 119 વર્ષ થવાના હતા. પરંતુ તે પહેલા 118 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે. 11 ફેબ્રુઆરી 2022 ના રોજ જ્યારે તેમના 118 વર્ષ થયા ત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિએ તેમને જન્મદિવસનો હસ્ત લેખિત પત્ર મોકલ્યો હતો. મિત્રો તમને બધાને જણાવી દઈએ કે સિસ્ટર આન્દ્રેએ પોતાના જીવનમાં ફ્રાન્સના 18 રાષ્ટ્રપતિ જોયા છે અને કેથોલીક ચર્ચામાં 10 પોપ બદલતા જોયા છે.
હાલમાં સિસ્ટર આન્દ્રેના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. સિસ્ટર આન્દ્રેએ પોતાનું મોટેભાગનું જીવન ધાર્મિક કાર્યો અને સમાજની સેવામાં વિતાવ્યું છે. જ્યારે બીજું વિશ્વ યુદ્ધ થયું ત્યારે તેમને નિરાધાર બાળકોની સંભાળ રાખી હતી.
ત્યારબાદ તેમને 28 વર્ષ સુધી હોસ્પિટલમાં વૃદ્ધો અને અનાજ બાળકોને સહારો આપ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે સિસ્ટર આન્દ્રે વિશ્વના સૌથી લાંબુ આયુષ્ય ધરાવતા સાધ્વી પણ હતા. મિત્રો તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સિસ્ટર આન્દ્રે વિશ્વના સૌથી વૃદ્ધ મહિલા બન્યા હતા. આ પહેલા આ રેકોર્ડ જાપાનના કેન તનાકાના નામે હતો.
ગયા વર્ષે એપ્રિલ મહિનામાં તેમનું મૃત્યુ થયા બાદ આ રેકોર્ડ સિસ્ટર આન્દ્રેના નામે થયો હતો. વિશ્વમાં સૌથી વધુ સમય જીવવાનો રેકોર્ડ પણ એક ફ્રેન્ચ મહિલાના નામે જ છે. મિત્રો હાલના જમાનામાં સતત વધતું પ્રદૂષણ, ફાસ્ટ ફૂડ અને મોબાઈલ જેવા ઉપકરણોના કારણે મનુષ્યનું જીવન ખૂબ જ ટૂંકું બની ગયું છે.
અત્યારે મનુષ્યનું વધુમાં વધુ આયુષ્ય 60 થી 70 વર્ષનું થઈ ગયું છે. નાની ઉંમરે લોકો ઘણી ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે. ખાસ કરીને ડાયાબિટીસ, કેન્સર જેવી બીમારીઓ ખૂબ જ ઝડપથી વધી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment