સુરત : આ તારીખે થવા જઈ રહ્યું છે વિશ્વના મોટા ડાયમંડ બુર્સ નું ઉદ્ઘાટન,પ્રધાનમંત્રી મોદી ઉદ્ઘાટન કરે તેવું આયોજન

Published on: 11:02 am, Thu, 7 October 21

સમગ્ર વિશ્વના સૌથી મોટા સુરત શહેરના ડાયમંડ બુર્સ નું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે હીરાની હરાજી આસાનીથી થઈ શકે એના માટે બુર્સ કમિટી દ્વારા વિશ્વનું સૌથી મોટું ઓકશન હાઉસ તૈયાર કરવામાં આવશે.આ ઓકશન હાઉસ 50000 સ્ક્વેર ફૂટમાં પથરાયેલુ હશે.

હાલમાં આનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે અને જાન્યુઆરી માસમાં ડાયમંડ બુર્સ નું ઉદ્ઘાટન થાય એના માટે બુર્સ કમિટી દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં એક સાથે કુલ 4200 ઓફિસ હશે. કેટલીક ઓફિસોના માલિકોને ફર્નિચર કરવા માટે ઓફિસ પણ સોંપી દેવામાં આવી છે.

જેનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવે તેવું આયોજન થઈ રહ્યું છે. તેની સાથે-સાથે રશિયાના પ્રેસિડેન્ટ ને પણ આમંત્રણ આપવાનું આયોજન કરાયું છે.

છેલ્લા થોડા દિવસોથી સુરત શહેરના બ્રોકરો દ્વારા ડાયમંડ બુર્સની નજીક પાર્કિંગની માંગણીઓ કરવામાં આવી છે ત્યારે આપને જણાવી દઇએ કે, હીરાના વેપારમાં બ્રોકરો માધ્યમ હોવાને લીધે ડ્રીમ સીટીમાં જ પે એન્ડ પાર્ક તૈયાર કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!