તમે ઘણા એવા વિડિયો જોયા હશે જેમાં જંગલમાંથી પસાર થતા રસ્તા પર અનેક વખત વન્ય પ્રાણીઓ રોડ ઉપર આવી જાય છે. અને અનેક વખત વાહન ચાલકો પર વન્ય પ્રાણીઓ પ્રહાર પણ કરે છે. ત્યારે હાલમાં જંગલમાં બનેલી એક ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે.
જંગલમાંથી પસાર થતા રસ્તા પર અચાનક કાર માંથી નીચે ઉતરી રહેલી મહિલાને એક ખૂંખાર વાઘ પોતાની સાથે ખેંચી ગયો. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ભલભલા લોકો જોકે ઉઠ્યા છે. આ સમગ્ર ઘટના ત્યાં નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, એક કાર જંગલમાંથી પસાર થતા રસ્તા પર અચાનક ઊભી રહી જાય છે. ત્યારબાદ કારમાંથી એક મહિલા નીચે ઉતરે છે અને ફરીને કારની બીજી બાજુ આવે છે. કદાચ આ મહિલા ડ્રાઇવરની સીટ પર બેઠેલા વ્યક્તિ સાથે વાતચીત કરી રહી હતી.
આ દરમિયાન અચાનક પાછળથી એક ખૂંખાર વાઘ આવી જાય છે. આ ખૂંખાર વાઘ મહિલા પર પ્રહાર કરે છે અને તેને પોતાની સાથે ખેંચી જાય છે. આ ઘટના બનતા જ કારમાં બેઠેલો વ્યક્તિ મહિલાને બચાવવા માટે દોડે છે. ત્યારે કારમાં બેઠેલા અન્ય લોકો પણ કારમાંથી બહાર નીકળીને મહિલાને બચાવવા માટે દોડે છે.
આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઇ હતી. ત્યારબાદ વિડીયો ખતમ થઈ જાય છે. આ ઘટના ચીનમાં બની હતી. આ વિડીયો ટ્વીટરમાં RANDON FACTS નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો 8 લાખથી પણ વધારે લોકો એ જોયો છે.
OMG!!??? Never get out of your car while you are passing through the route of a jungle.?? pic.twitter.com/cdR2Yrq8Fk
— RANDOM FACTS (@RANDOMFACTS2022) July 1, 2022
વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકો કોમેન્ટ બોક્સમાં કહી રહ્યા છે કે મહિલાને આવી રીતે જંગલ વિસ્તારમાં કારમાંથી નીચેના ઉતરવું જોઈએ. મિત્રો જો તમે જંગલ વિસ્તારમાંથી પસાર થાવ છો તો કોઈ દિવસ તમારે તમારી કારમાંથી નીચે ઉતારવાની ભૂલ ન કરવી જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment