ગામની મહિલા સરપંચે ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… સુસાઇડનું કારણ હાલમાં અકબંધ… બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી…

ગુજરાતમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ચીખલી તાલુકાના ઘેકટી ગામની મહિલા સરપંચે ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. સુસાઇડ અંગેનું કારણ હાલમાં તો અકબંધ છે. પરંતુ પોલીસે સુસાઇડ કરવા પાછળનું કારણ જાણવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુસાઇડ કરનાર મહિલા સરપંચનું નામ રણજીતાબેન પટેલ હતું અને તેમની ઉંમર 37 વર્ષની હતી.

જાણવા મળી રહ્યું છે કે, મહિલા સરપંચે શુક્રવારના રોજ સાંજના સમયે પોતાના ઘરમાં કોઈ અગમ્યા કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પરિવારના સભ્યો તેમને સારવાર માટે નાંદરખા સ્થિર ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે મહિલા સરપંચ ની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટનાની જાણ થતા જ ગામના આગેવાનો અને ભાજપના નેતાઓ હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા. જાણવા મળી રહ્યો છે કે, આ બનાવ બન્યો ત્યારે રણજીતાબેન ઘરમાં એકલા હતા.રણજીતાબેનના પતિ જીતેન્દ્રભાઈ પટેલ સાસરીયામાં સાસુ ની તબિયત સારી ન હતી એટલા માટે તેમને મળવા માટે ગયા હતા.

ત્યારે પાછળથી રણજીતાબેને ગળાફાંસો ખાઈ લીધો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે મહિલા સરપંચનો મોબાઇલ કબજે લઈને તપાસ શરૂ કરી દીધી છે. સુસાઇડ પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. રણજીતાબેનના પરિવારમાં તેમના પતિ અને તેમના બે બાળકો છે.

ત્યારે આ ઘટના બનતા જ બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. મહિલા સરપંચના મોતના સમાચાર મળતા જ આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસે સુસાઇડ પાછળનું કારણ જાણવાની કામગીરી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*