આ મહિલા પોતાની એક વર્ષની માસુમ દીકરીના મૃતદેહને લઈને SP ઓફિસ પહોંચી, ત્યાં મહિલાએ જણાવ્યું એવું કે – જાણીને તમે પણ હચમચી જશો…

Published on: 10:30 am, Wed, 13 July 22

મિત્રો તમે રોજબરોજ ઘણા અવારનવાર બનાવો સાંભળતા હશો. ઘણા બનાવો સાંભળીને તમે ચોકી જતા હશો. ત્યારે હાલમાં બનેલી તેવી જતો ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર હળદરમાં એક મહિલા તેના પતિ સાથે તેની એક મહિનાની દીકરીના મૃતદેહને લઈને SP ઓફિસ પહોંચી હતી. મહિલાના હાથમાં માસુમ બાળકીનું મૃતદેહ જોઇને પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મહિલાનો આરોપ છે કે, તે તેની એક મહિનાની દીકરીને લઈને પાલી પોલીસ સ્ટેશન ગઈ હતી.

પરંતુ ત્યાં તેની વાત કોઈએ સાંભળી ન હતી. તેને પોલીસ સ્ટેશનમાં લગભગ દોઢ કલાક બેસાડી રાખી હતી. આ દરમિયાન તેની દીકરીની તબિયત બગડતા તેની દીકરીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ પોલીસ કર્મીઓએ મહિલાને ન કહેવાનું કહીને તેને પોલીસ સ્ટેશનમાંથી ભગાડી દીધી હતી. આ મહિલાનું નામ પુષ્પા છે. તેને વધુમાં જણાવ્યું કે, 6 જુલાઈના રોજ તેમના જેઠના દીકરા અજીત નો મોબાઇલ ખોવાઈ ગયો હતો.

મારી મોટી દીકરી ખુશબુ મોબાઈલ સાથે રમી રહી હતી. આ બાબતને લઈને અમારે ઝઘડો થઈ ગયો હતો. મારા જેઠે વિચાર્યું કે અમે મોબાઈલ ચોર્યો છે. બીજા દિવસે જેઠ જેઠાણી અને તેના પુત્રએ અમારા આખા પરિવારની ધુલાઈ કરી હતી. જેમાં મને, મારા પતિને અને પુત્રીને ઇજા થઈ હતી. પુષ્પાએ વધુમાં જણાવ્યું કે, સાત જુલાઈ ના રોજ મારી એક મહિનાની દીકરી આશિકી ની તબિયત ખરાબ થઈ ગઈ હતી.

તેથી હું મારા પતિ સાથે દવા લેવા પાલી શહેરમાં જઈ રહી હતી. ત્યારે ગામની બહાર જેઠ, તેની પત્ની અને પુત્રોએ અમને ઘેરી લીધા હતા. અમારા પર લાકડી વડે પ્રહાર કર્યા હતા. એટલું જ નહીં પરંતુ મારી એક મહિનાની દીકરીને ખોળામાંથી લઈને તેને ફેંકી દીધી હતી. આ ઘટનામાં મારી એક મહિનાની દીકરી સહિત અમે બંને ઈજાગ્રસ્ત થયા હતા.

પુષ્પાએ વધુમાં જણાવ્યું કે, આ સમગ્ર ઘટના બન્યા બાદ મેં એને મારા પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસે આ વાતને ધ્યાનમાં લીધી ન હતી. પોલીસે 12 જુલાઈ ઘટનાની માહિતી એકત્રિત કરવા માટે તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. ચાર દિવસ પહેલા મારી દીકરી ઇજાગ્રસ્ત થઈ જતી તેથી તેની તબિયત સારી ન હતી. તેથી હું મારા દેવર સાથે મારી દીકરીને લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી.

ત્યાં મારી દીકરીની તબિયત બગડી ગઈ હતી. અમે પોલીસ સ્ટેશનમાં સવારના 09:00 વાગ્યાથી 10.30 વાગ્યા સુધી બેઠા હતા. આ દરમિયાન મારી દીકરીની તબિયત વધારે બગડી ગઈ અને તેને મારા ખોળામાં જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. એના મૃત્યુ બાદ અમે પોલીસ કર્મીઓને મદદ માટે અપીલ કરી હતી. પરંતુ ત્યાં હાજર પોલીસ કર્મીઓએ મને ઠપકો આપીને ત્યાંથી ભગાડી દીધી હતી.

ત્યારબાદ મહિલા SP હોસ્પિટલ પહોંચી ગઈ હતી અને પોતાની સાથે બનેલી ઘટના જણાવી હતી. સમગ્ર ઘટનાને લઈને એસપીએ કહ્યું કે, બંને પક્ષ વચ્ચે પારિવારિક વિવાદો હતા. આ અંગે કાર્યવાહી કરવામાં આવશે. મહિલા કેતી હતી કે તેની બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવે અને રિપોર્ટના આધારે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ મહિલા પોતાની એક વર્ષની માસુમ દીકરીના મૃતદેહને લઈને SP ઓફિસ પહોંચી, ત્યાં મહિલાએ જણાવ્યું એવું કે – જાણીને તમે પણ હચમચી જશો…"

Leave a comment

Your email address will not be published.


*