કહેવાય છે કે આ જગતમાં કોઈ પણ વસ્તુ માનવી માટે અશક્ય હોતી નથી અને નસીબને બદલવું એ પણ વ્યક્તિના હાથમાં જ હોય છે,ત્યારે આજે આપણે એક એવી મહિલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે માત્ર ચાર ચોપડી ઘણી છે. પરંતુ હાલ એ દર મહિને લાખો રૂપિયાની કમાણી કરે છે. વાત જાણીને નવાઈ લાગી હશે પરંતુ આ વાત સત્ય છે અને આ મહિલા ઉત્તર પ્રદેશના પૂર્વચલના જોનપુર જિલ્લામાં લખવા નામના નાનકડા ગામમાં રહે છે.
સાંભળવા મળ્યા અનુસાર આ ગામમાં શશીકલાબેન ના ‘અમ્મા કી થાલી’ ખૂબ જ પ્રખ્યાત છે. એ પણ અમ્મા કી થાલી અમેરિકા, ફીજી અને દુબઈમાં પણ એ જાણીતી બની છે. 2016 માં પણ આ ગામમાં 4G ઇન્ટરનેટ પહોંચ્યું ત્યારે ત્રણ બાળકોના માતા શશીકલા ચોરસીયાએ સ્વપ્નમાં નહીં વિચાર્યું હોય એવું થયું.
શશીકલા બેનના દીકરા ચાંદને youtube અને ઇન્ટરનેટની તાકાત ને લીધે ઓળખીને ચેનલ બનાવી. જેમાં હાલ એ ચેનલને 1.6 મિલિયન એટલે કે 16 લાખ સબ્સ્ક્રાઇબર્સ પણ છે. શશીકલાબેને તો સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે આ 4G ઇન્ટરનેટના મદદથી તે લખપતિ પણ બની શકે છે.
ત્યારે આજે હાલ youtube ચેનલની મદદથી તેઓ દર મહિને સરેરાશ 70 હજાર રૂપિયાની કમાણી પણ કરે છે. ‘અમ્મા કી થાલી’ જેમાં શશીકલા શરૂઆતથી જ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. એકવાર તેમના 29 વર્ષ એ દીકરા ચાંદને મિત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે youtube પર વીડિયો પોસ્ટ કરીને પણ રૂપિયાની કમાણી થઈ શકે છે.
ત્યારે આ વાત શશીકલાબેન ને ગળે ઉતરી ન હતી પરંતુ તેમણે એક વાર ચૂલા પર બનતા ભજનો વિડીયો કોઈ કેમ જોશે અને રૂપિયા કેમ છે એવું વિચારી એક નવેમ્બર 2017 ના રોજ વહેલો વિડીયો અપલોડ કર્યો હતો. બુંદી કી ખીર નો વિડીયો જેવો youtube પર અપલોડ કર્યો હતો. માત્ર ધોરણ પાંચ સુધીનો જ અભ્યાસ કરેલા શશીકલા બેન ને કેમેરા સામે આવવામાં પણ સંકોચ અનુભવાતો હતો.
તેમને શરમ લાગતી હતી કે તેમના ચહેરો દેખાડે અને વિડીયો બનાવે પરંતુ એ વિડીયો બનાવીને અપલોડ કર્યો ત્યારે તેમને માત્ર 15 થી 20 દિવસ મળ્યા હતા તેમ છતાં તેમણે હિંમત હારી ન હતી. છેલ્લા 30 વર્ષથી શશીકલાબેન ભોજન બનાવી રહ્યા છે અને તેમનું ભોજન પણ ખૂબ જ સ્વાદિષ્ટ છે.
તેમણે કહ્યું કે જ્યારે તેઓ 2018 એટલે કે કેરીના અથાણા નો વિડીયો પોસ્ટ કર્યો હતો ત્યારે એ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો. શશીકાનાબેન ની ચેનલ નું નામ અમા કી ખાલી રાખ્યું છે અને હવે ચંદન આ ચેનલને ટેકનિકલ પક્ષ જુએ છે પંકજ વિડીયો બનાવે છે અને સૂરજ એડિટ કરે છે અને શશીકલાના બેંક એકાઉન્ટમાં રૂપિયા આવે છે.
તેમને સ્વપ્નમાં પણ નહીં હોય કે સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ પૈસા કમાશે કારણ કે તેઓ તો માત્ર પાંચ ચોપડી ભણેલા છે. પરંતુ તેમની આવડત તેમને કમાલ કરી ગઈ અને હાલ તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે યુટ્યુબ ચેનલ નાં માધ્યમ થી કમાણી કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment