હવા કરવી ભારે પડી ગઈ..! ચાલતી ટ્રેનમાં દરવાજા પાસે લટકીને સ્ટંટ કરતા યુવક સાથે કંઈક એવું થયું કે… હિંમતવાળા લોકો જ વિડિયો જોજો…

Published on: 5:43 pm, Mon, 8 May 23

સોશિયલ મીડિયા પર તમે સ્ટંટના ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ખાસ કરીને તમે કેટલાક આળવીતરા યુવકોને જોયા હશે, જેઓ ચાલતી ટ્રેનમાં નતનવી હરકતો કરીને પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર તેવી જ એક ઘટના નો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જેમાં ચાલતી ટ્રેનમાં દરવાજા પર લટકીને સ્ટંટ કરતા કરતા યુવક સાથે કંઈક એવું બન્યું કે નજરે જોનાર લોકોની ચીસો નીકળી ગઈ હતી. ચાલતી ટ્રેનના દરવાજે લટકાઈ રહેલો યુવક અલગ અલગ પ્રકારના સ્ટંટ કરી રહ્યો હતો. આ દરમિયાન યુવક રેલવે ટ્રેકની બાજુમાં આવેલા થાંભલા સાથે અથડાયો હતો.

જેના કારણે યુવકનો હાથ છૂટી ગયો હતો અને તે ચાલતી ટ્રેનમાંથી સીધો જમીન પર પડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ટ્રેન ખૂબ જ ઝડપથી ચાલી રહી છે અને કેટલાક લોકો ટ્રેનના દરવાજે લટકીને મુસાફરી કરતા નજરે પડી રહ્યા છે. આ બધા વચ્ચે એક યુવક ટ્રેનના દરવાજે લટકીને મોજ મસ્તી કરતો નજરે પડી રહ્યો છે.

તે પોતાના જીવ જોખમમાં નાખીને ટ્રેનના દરવાજે લટકીને જોખમી સ્ટંટ કરતો નજરે પડી રહ્યો છે. આ દરમિયાન તે યુવક એક થાંભલા સાથે અથડાય છે. જેના કારણે યુવક બહારની બાજુ નીચે પડ્યો હતો અને તે આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

ત્યાર પછી યુવક સાથે શું થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી અને આ ઘટના ક્યાંની અને કયા સમયની છે તેની પણ કોઈ માહિતી સામે આવી નથી. વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર 1000 WAYS TO DIE નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં એક મિલિયનથી પણ વધારે લોકોએ જોયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો