પત્નીએ પોતાના પતિ અને સાસુનો જીવ લઈને બંનેના મૃતદેહના ટુકડા કરી નાખ્યા, પછી ઘરમાં સત્યનારાયણની પૂજા કરાવી… મિત્રો સાથે મળીને મૃતદેહના ટુકડા…

ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશભરમાં જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. કેટલીક વખત તો રુવાડા ઉભા કરી દેનારી જીવ લેવાની ઘટનાઓ આપણી સામે આવતી હોય છે. તમે બધાએ દિલ્હીમાં દીકરી શ્રદ્ધા સાથે બનેલી ઘટના તો જરૂર સાંભળી હશે. આ ઘટનામાં લિવ ઇન પાર્ટનર શ્રદ્ધાનો જીવ લઈને તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક કાળજુ કંપાવી દેનારી ઘટના વિશે આપણે આજે વાત કરવાના છીએ.

આ ઘટનામાં એક પત્નીએ પોતાના જ પતિ અને સાસુનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ પોતાના મિત્રો સાથે મળીને પોતાના પતિ અને સાસુના મૃતદેહના ટુકડા કર્યા હતા અને પછી ટુકડાને સગેવગે કરી નાખ્યા હતા. આ ઘટના આસામના ગુવાહાટીમાંથી સામે આવી રહી છે. અહીં 32 વર્ષની બંદના કલિતા જે એક જીમ ટ્રેનર છે. તેને પોતાના પતિ અમરજ્યોત ડે અને સાસુ શંકરી ડે નો જીવ લઇ લીધો હતો.

ત્યારબાદ આરોપી મહિલાએ પોતાના પ્રેમી અને મિત્ર સાથે મળીને પોતાના પતિ અને સાસુના મૃતદેહના નાના નાના ટુકડા કર્યા હતા. ત્યારબાદ તે ટુકડા ફ્રીજમાં મૂકી દીધા હતા અને થોડાક સમય બાદ મૃતદેહના ટુકડા ભરેલો કોથળો તેઓ મેઘાલય લઈ ગયા હતા અને ત્યાં એક ઊંડી ખીણમાં ફેંકી દીધા હતા. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે આ જીવ લેવાની ઘટના ગયા વર્ષે ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં બની હતી.

રવિવારના રોજ મેઘાલયમાંથી મહિલાની સાસુના શરીરના અમુક ભાગ મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના લગભગ સાત મહિના પહેલા બની હતી. ઘટનાના ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને ત્રણેયની પૂછપરછ દરમ્યાન તેઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પતિ અને સાસુનો જીવ લીધાના બે મહિના બાદ આરોપી મહિલાએ ઘરમાં સત્યનારાયણની પૂજા પણ કરાવી હતી.

આ પૂજામાં આરોપી મહિલાના માતા પિતા પણ હાજર રહ્યા હતા. ઘટના બન્યા બાદ આરોપી મહિલાએ પોતાના ઘરનું રીનોવેશન પણ કરાવ્યું હતું. પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, આરોપી મહિલાએ 26 જુલાઈના રોજ પોતાના પતિનો જીવ લઈ લીધો હતો. બીજા દિવસે એટલે કે 27 જુલાઈના રોજ તેને પોતાના પતિના મૃતદેહના ટુકડા મેઘાલયની એક ઊંડી ખીણમાં ફેંકી દીધા હતા.

ત્યારબાદ 17 ઓગસ્ટના રોજ આરોપી મહિલાએ પોતાની સાસુનો જીવ લીધો હતો. ત્યારબાદ 18 ઓગસ્ટના રોજ તેના મૃતદેહના ટુકડા કરીને નાખ્યા હતા. આટલું જ નહીં પરંતુ પતિનો જીવ લીધા બાદ આરોપી મહિલાએ બીજા જ દિવસે પતિ ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આરોપી મહિલા સતત પોલીસ પાસેથી આ કેસને લઈને અપડેટ લેતી રહેતી હતી. જેના કારણે પોલીસ તેના પર શંકા ન કરે.

મળતી માહિતી અનુસાર, જુલાઈ મહિનામાં આરોપી મહિલાએ પોતાના પતિની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. આ પછી નવેમ્બર મહિનામાં મૃત્યુ પામેલા યુવકના એક સંબંધીએ તેની ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. અમરજ્યોતિ અને તેની માતા ઘણા સમયથી ગુમ હતા. સંબંધીઓને આશંકા હતી કે બંનેનો જીવ લેવામાં આવ્યો છે. ત્યારબાદ પોલીસે બંને એફઆઇઆર ના આધારે તપાસ શરૂ કરી હતી. ત્યાર પછી પોલીસને બંદના પર શંકા ગઈ હતી. શંકાના આધારે પોલીસે તેની કડક પૂજપરજ કરી હતી આ દરમિયાન તેને પોતાનો ગુનો કબુલ કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*