સમગ્ર દેશભરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી ચોકાવનારી જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પતિ-પત્નીએ ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા આજે જીઆરપીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. મૃત્યુ પહેલા બંને વચ્ચે કંઈક એવું થયું હતું કે બંને આ પગલું ભરી લીધું.સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના ગુરૂવારના રોજ કાનપુરના બિથુરના મંધાના રેલવે સ્ટેશન પર બની હતી. અહીં એક પતિ-પત્નીએ ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
મૃત્યુ પામેલા પતિનું નામ રાજકિશોર હતું અને તેની ઉંમર 45 વર્ષની હતી. તે એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. જ્યારે મૃત્યુ પામેલી પત્નીનું નામ અમૃતા હતું અને તેની ઉંમર 42 વર્ષની હતી. તે એક વોટરપાર્કમાં કામ કરતી હતી. બંનેના મૃત્યુના કારણે ત્રણ બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.
ગુરૂવારના રોજ બંને સવારે પોતપોતાના કામ પર ચાલ્યા ગયા હતા. સાંજે ટ્રેનમાં તેઓ ઘરે પરત આવતા હતા પરંતુ ઘરે પહોંચ્યા નહીં. માતા-પિતા યોગ્ય સમયે ઘરે ન આવ્યા તેથી બાળકોએ માતા-પિતાને ફોન કર્યો હતો. પરંતુ બંનેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. થોડીક વાર બાદ બાળકો પોતાના મિત્રો સાથે માતા-પિતાને શોધવા માટે રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.
જ્યાં તેમને ખબર પડી કે અહીં એક પતિ-પત્નીએ ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવનને ટૂંકાવ્યું છે. ત્યારબાદ દીકરો બંનેના મૃતદેહ પાસે ગયો હતો અને ત્યાં જઈને જણાવ્યું હતું કે બંને મારા માતા-પિતા છે. ત્યારબાદ ઘટનાની માહિતી મળતા મૃતકના પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
તપાસમાં જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પહેલા પતિ-પત્ની વચ્ચે કોઈ મુદ્દાને લઈને ઝઘડો થઈ ગયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે સૌપ્રથમ મહિલા ટ્રેનની સામે કૂદી ગઈ હતી અને ત્યારબાદ તેનો પતિ ટ્રેનની સામે કૂદી ગયો હતો. આ કારણોસર ઘટનામાં બંનેના મૃત્યુ થયા છે. તેવું હાલમાં કહેવામાં આવી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment