પત્નીએ પોતાના પતિને મારી મારીને ધોઈ નાખ્યો..! ઘરમાં પગ મુકતા જ પતિને મળ્યો મેથીપાક, કારણ જાણીને તમે પણ ચોકી ઉઠશો… જુઓ વાયરલ વિડિયો…

Published on: 4:05 pm, Mon, 8 May 23

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા નીતનવા વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા પર તમે ઘણી વખત પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાના વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેના ઉપર લોકો પોતપોતાની અલગ અલગ કોમેન્ટ પણ આપી રહ્યા છે.

વાયરલ થયેલા વીડિયોની વાત કરીએ તો, એક વ્યક્તિ પોતાની ઓફિસેથી ઘરે આવતાની સાથે જ તેની પત્ની તેના ઉપર તૂટી પડે છે.પત્ની મન ફાવે તેમ પોતાના પતિની જુલાઈ કરી નાખે છે. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. જેમાં તમે જોઈ શકો છો કે ઓફિસેથી પોતાના ઘરે પગ મુકતા જ યુવક પોતાનું હેલ્મેટ ઉતારે છે.

તેવામાં તો અચાનક જ તેની પત્ની સામેથી દોડીને તેની પાસે પહોંચી જાય છે અને તેની ધુલાઈ શરૂ કરી દે છે. વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વીટર પર CRAZY CLIPS નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા પોતાના પતિની મન ફાવે તેમ મુક્કા અને લાતોથી ધુલાઈ કરતી નજરે પડી રહે છે.

એટલું જ નહીં પરંતુ પોતાના પતિને મનમાં આવે તેવી ગાળો પણ આપે છે. વાયરલ થયેલો વિડિયો અત્યાર સુધીમાં સાત લાખથી પણ વધારે લોકોએ જોયો છે. આ ઉપરાંત ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટ કરતા પણ નજરે પડી રહ્યા છે. 29 જાન્યુઆરી 2023ના રોજ આ ઘટના બની તેવું કહેવામાં આવી રહ્યું છે.

વાયરલ થયેલો વિડિયો કયા સ્થળનો છે તેની કોઈપણ પ્રકારની ચોક્કસ માહિતી મળી નથી. સમગ્ર ઘટનાને લઈને મીડિયા રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, યુવક 14 કલાકની નોકરી કર્યા બાદ પોતાના ઘરે આવે છે ત્યારે તેની પત્ની સાથે માથાકૂટ થાય છે. માથાકૂટ થવાનું મુખ્ય કારણ હતું કે, પતિ જ્યારે ઘરેથી નોકરી ઉપર ગયો ત્યારે તે ઘરેથી કચરો લેવાનું ભૂલી ગયો હતો. આ વાતને લઈને પત્નીએ પોતાના પતિને ઢીબી નાખ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો