હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પત્નીએ પોતાના દીકરા સાથે મળીને પોતાના પતિનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર સોમવારના રોજ રાત્રે ફરવાના બહાને પત્ની પતિને ઘરેથી બહાર લઈ ગઈ. ત્યારબાદ એક પુલ પાસે પોતાના દીકરાને બોલાવીને પતિનો જીવ લઇ લીધો. ત્યારબાદ પુલ પાસે મૃતદેહ ફેંકીને માતા અને દીકરો બન્ને ચૂપચાપ ઘરે આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના બન્યા બાદ પોલીસે માતા અને પુત્રની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર 55 વર્ષીય અમરસિંહ નામનો વ્યક્તિ એક સરકારી હોસ્પિટલમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. મળતી માહિતી અનુસાર અમરસિંહ હમીદીયા હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર દિપકની કાર ચલાવતો હતો. મળતી માહિતી અનુસાર અમરસિંહ સોમવારના રોજ પોતાની ડ્યુટી પૂરી થયા બાદ આઠ વાગ્યાની આસપાસ ઘરે પહોંચ્યો હતો.
મળતી માહિતી અનુસાર ત્યારે અમરસિંહની બીજી પત્ની શાંતિએ કહ્યું કે, ચાલો મંદિરમાં પ્રસાદ ખાવા જવાનું છે. ત્યારબાદ અમરસિંહ તેની પત્ની સાથે બાઈક પર ઘરેથી નીકળી ગયો હતો. ત્યારે રસ્તામાં અમરસિંહની પત્ની માલખેડા પાસે બાઈક ઊભી રાખવાનું કહે છે. ત્યારબાદ શાંતિ પોતાના મોટા દીકરા શિવરાજને ત્યાં બોલાવે છે. ત્યારબાદ શિવરાજ ઘટનાસ્થળે પહોંચી આવે છે અને તેના પિતા પર પ્રહાર કરે છે.
જ્યારે અમરસિંહ પોતાનો જીવ બચાવવા માટે ભાગે છે. ત્યારે શાંતિ એક મોટા પથ્થર વડે અમરસિંહ પર પ્રહાર કરે છે. ત્યારબાદ શાંતિ અને તેનો દીકરો શિવરાજ મળીને અમરસિંહનો જીવ લઇ લે છે. અને અમરસિંહના મૃતદેહને પુલ પાસે ફેંકીને ઘરે આવી જાય છે. મળતી માહિતી અનુસાર શાંતિ અને તેનો પુત્ર ઘરે પહોંચે છે. ત્યારે પડોશમાં રહેતા અમરસિંહના જમાઈને ફોન કરીને ઘરે બોલાવે છે.
ત્યારબાદ શાંતિ જમાઈને કહે છે કે તેના પતિ અમરસિંહ ઘરે આવ્યા નથી અને ઘરમાં બેસીને શાંતિ રડવાનું નાટક કરે છે. આ દરમિયાન પોલીસને અમરસિંહના મૃત્યુની માહિતી મળે છે. ત્યારબાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મળતી માહિતી અનુસાર જ્યારે રાત્રે જમાઈ અને પરિવારના લોકો અમરસિંહને શોધી રહ્યા હોય છે. ત્યારે તેમને અમરસિંહના દિકરા અને તેની પત્ની પર શંકા જાય છે.
ત્યારબાદ જમાઈ આ વાતની જાણ પોલીસને કરે છે. મળતી માહિતી અનુસાર અમરસિંહ ની પત્નીનું એક વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. પહેલી પત્નીના મૃત્યુ બાદ અમરસિંહએ શાંતિ નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. મળતી માહિતી અનુસાર અમરસિંહ જ્યાં રહેતા હતા તે મકાન પહેલી પત્નીના નામે હતું. બીજી પત્ની અને તેનો મોટો દીકરો ઘર પોતાના નામે કરવા માટે અમરસિંહને દબાણ કરતા હતા.
આ બાબતને લઈને દરરોજ અમરસિંહના ઘરમાં માથાકૂટ થતી હતી. છેવટે મિલકત માટે બીજી પત્ની અને તેના મોટા દીકરાએ અમરસિંહનો જીવ લેવાનું કાવતરું ઘડ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઇને પોલીસે શાંતિ અને તેના મોટા દીકરાની કડક પૂછપરછ કરી હતી અને કડક પૂછપરછ દરમિયાન બંનેએ પોતાનો ગુનો કબૂલ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment