એક જ ઝટકામાં આખો પરિવાર મોતને ભેટયો..! ટ્રક ચાલકે બાઈક પર સવાર માતા-પિતા અને 3 વર્ષના દીકરાને કચડી નાખ્યા, ત્રણેયના ઘટના સ્થળે મૃત્યુ…

હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. આ ગંભીર અકસ્માતની ઘટના મહીસાગર જિલ્લાના બાલાસીનોર બસ સ્ટેશન ની આગળ થી પસાર થતા હાઇવે રોડ પર આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. અહીં ટ્રક અને બાઈક વચ્ચે ટક્કર તથા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલકે બાઈક પર સવાર ત્રણ લોકોને કચોરી નાખીયા હતા. જેના કારણે બાઇક પર સવાર માતા-પિતા અને ત્રણ વર્ષના બાળકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. ગંભીર અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માતમાં મૃત્યુ પામેલો પરિવાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના થેડકા ગામનો વતની હતો. તે માહિતી અનુસાર પરિવાર બાઈક પર સવાર થઈને અમદાવાદ તરફ મજૂરી કામ માટે જઈ રહ્યો હતો. તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળે જે ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃત્યુ પામેલા ત્રણેય લોકોના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેને પરિવારજનોને સોંપવામાં આવશે.

મળતી માહિતી અનુસાર પરિવાર જ્યારે બાઇક પર સવાર થઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન ટ્રક ચાલકે પરિવારને કચડી નાખ્યો હતો. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે બાઈક પર સવાર માતા-પિતા અને ત્રણ વર્ષના દીકરાનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બનતા જ સમગ્ર પથકમાં માતમ છવાઈ ગયો હતો.

મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આ ઘટનાની જાણ થતા તેઓ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ થતાં પરિવારના લોકો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયું હતું. મિત્રો ગંભીર અકસ્માતની ઘટનાના કારણે એક જ ગામમાંથી એક જ પરિવારના ત્રણ સભ્યોની અર્થી ઉઠશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*