સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે WHO ના ચીફ ટેડરોસ અદનોમ ગેબેયેસસે આજ રોજ કહ્યું હતું કે વિશ્વમાં કોરોના ની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ દિવસેને દિવસે વધુ મજબૂત બની રહ્યો છે. અને દિવસે ને દિવસે નવા વેરિએન્ટ આવી રહ્યા છે.
તે પૈકી ડેલ્ટા વેરિએન્ટ હાલમાં 111 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. ઉપરાંત તેમને જણાવ્યું કે કોરોના ની લહેર ને અટકાવવા માટે સાવચેતી રૂપે પગલાં લેવા જરૂરી છે ઉપરાંત વધી રહેલા સામાજિક ગતિશીલતા અને ઘટતી જાગૃરૂકતાના કારણે દરરોજ કોરોના કેસ અને મૃત્યુની સંખ્યા વધી રહી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ અનુસાર છેલ્લા એક અઠવાડિયામાં 30 લાખથી પણ વધારે કેસ નોંધાયા છે. અગાઉના આંકડા કરતાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે.
તેમજ મૃત્યુ થનાર ના દર્દીઓના આંકડામાં પણ 3 ટકા જેટલો વધારો થયો છે. ઉપરાંત યુનાઇટેડ નેશનલ હેલ્થ એજન્સીએ કહ્યું હતું કે સૌથી વધારે કેસ બ્રાઝિલ, ઈન્ડોનેશિયા, ભારત અને બ્રિટનમાં જોવા મળ્યા છે.
WHO ના કહેવા અનુસાર સૌથી પહેલા ભારતમાં ડેલ્ટા ઓરિએન્ટ જોવા મળ્યો હતો હવે તે સમગ્ર વિશ્વમાં ફેલાઇ ગયો છે. ઉપરાંત આગામી સમયમાં સૌથી પ્રભાવી વેરિએન્ટ તરીકે ઉભરી આવે તેવી સંભાવનાઓ છે.
WHO ના કેવા અનુસાર ઘણા દેશોમાં કોરોનાના પ્રતિબંધ હટાવવા માટે દબાણ વધારવામાં આવી રહ્યા છે. પરંતુ મોટાભાગના દેશમાં આયોજનના અભાવના કારણે જોખમ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. કોરોના નિયમ હટાવવા થી દેશમાં કોરોના ના કેસ દિવસેને દિવસે વધતા જશે અને બેકાબુ થઇ જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment