રાજ્યમાં આગામી 5 દિવસ માટે હવામાન વિભાગે કરી મોટી આગાહી, શું ફરી વાતાવરણમાં આવશે પલટો?

Published on: 4:16 pm, Mon, 14 December 20

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને જેના કારણે હવામાન વિભાગે પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યભરમાં વરસાદ કે માવઠા ની કોઈ આગાહી નથી પરંતુ સિસ્ટમ સક્રિય બનતા વાતાવરણમાં પલટો રહેશે. સાયકલોનિક સિસ્ટમની કોઈ અસર ગુજરાતમાં જોવા મળશે નહિ. હાથી લોકોને ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્ય પૂરતી હટી જતાં વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે હવે ધીરે ધીરે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં આવનારા ત્રણ દિવસમાં ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.આજે 10 ડિગ્રી સાથે નલિયા રાજયનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. અમદાવાદનું લઘુતમ તાપમાન 17.2 ડિગ્રી પરથી રહેતા.

વહેલી સવારે ફૂલગુલાબી ઠંડી વર્તાઈ હતી.રાજ્યમાં કડકડતી ઠંડી પડવાનાં એંધાણ વર્તાઇ રહ્યા છે અને રાજ્યમાં ઠંડી ને હવામાન વિભાગની આગાહી સામે આવી છે.

જેમાં આજ રાતે લગ્ન તાપમાન ઘટવાની શક્યતાઓ છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથ ગુજરાત થી આગળ વધતા ગુજરાત ઠંડીનું પ્રમાણ વધી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!