સુરતમાં એક મહિલા મોબાઈલ ચોરી કરતાં પકડાઈ, લોકોએ ભેગા મળીને આપી એવી સજા કે, તમે વિચાર્યું પણ નહીં હોય…

Published on: 11:28 am, Sat, 2 April 22

સુરતમાં મોબાઈલ ચોરીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અમુક વખત મોબાઇલ ચોરી કરતી વખતે ચોર પકડાઈ જાય છે. ત્યારે લોકો તેને પકડીને તેની જબરદસ્ત ધુલાઈ કરે છે. ત્યારે હાલમાં સુરતમાં મોબાઇલ ચોરી કરતા ટોળાની એક મહિલા પકડાઈ ગઈ છે.

સુરતના લોકોએ ભેગા મળીને આ મહિલાને આપી એવી સજા કે તમે કોઈ દિવસ વિચાર્યું પણ નહીં હોય. હાલમાં આ ઘટનાની ચર્ચા ચારે બાજુ ચાલી રહી છે. મહિલાને આપેલી સજા જોઈને લોકો પણ ચોંકી ગયા છે. મળતી માહિતી અનુસાર સુરતમાં વેલંજા વિસ્તારમાં લોકોએ મોબાઇલ ચોરી કરતી એક મહિલાને પકડી હતી.

મોબાઈલ ચોર મહિલાને લોકોએ પહેલા પોલીસને હવાલે કરી નહીં. પરંતુ મહિલાને તમે કોઈ દિવસ વિચાર્યું નહીં હોય તેવી સજા આપી. આ સજા સાંભળીને ભલભલા લોકો ચોંકી ગયા છે ખાસ કરીને ચોરી કરતાં લોકો પણ વિચારમાં પડી ગયા છે.

મળતી માહિતી મુજબ ચોરી કરનાર મહિલા સુરતના લિંબાયત વિસ્તારની રહેવાસી અને તેનું નામ સબાના જાણવા મળ્યું છે. મોબાઇલ ચોરીમાં તેની સાથે અન્ય બે વ્યક્તિ હોવાનું પણ મહિલાએ કબૂલાત કરી છે.

ચોરી કરતી મહિલાને હાથમાં ઝાડુ પકડાવીને એક બિલ્ડીંગની સાફ-સફાઇ કરવામાં આવી હતી. અને મહેનત કરીને રોટલો ખાવાનો પાઠ ભણાવ્યો હતો. મળતી માહિતી અનુસાર સ્થાનિક લોકોએ પરીક્ષા પણ ઝડપી પાડી છે. રિક્ષાચાલક અને મહિલા બંને સાથે મળીને ચોરી કરે છે.

તેઓ રિક્ષામાં બેઠેલા ગ્રાહકની નજર ચૂકવીને એમનો ખાસ સામાન અથવા મોબાઇલની ચોરી કરી લે છે. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ચોરી કરતી મહિલા રડતી દેખાઈ રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં એક મહિલા મોબાઈલ ચોરી કરતાં પકડાઈ, લોકોએ ભેગા મળીને આપી એવી સજા કે, તમે વિચાર્યું પણ નહીં હોય…"

Leave a comment

Your email address will not be published.


*