ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ની સાથે સ્ટેજ પર હાજર રહેલા આ દિગ્ગજ નેતાને લાગ્યો કોરોના ચેપ.

Published on: 3:42 pm, Thu, 21 January 21

ગુજરાત રાજ્યમાં ઉત્તરાયણના તહેવાર પછી કેસો ધીમે ધીમે ઘટી રહ્યા છે.હજુ કોરોના નું સંક્રમણ ચાલુ જ છે ત્યારે ભાજપના નેતા તેમજ પૂર્વ ધારાસભ્ય ને કોરોના ચેપ લાગ્યો છે. ગત રવિવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં.

નેતા સ્ટેજ પર હાજર રહ્યા હતા અને તેમજ લોકોના સંપર્કમાં પણ આવ્યા હતા.રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી મનસુખ રામાણી અને પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતલીયા કોરોના સંક્રમિત થયા છે.

નોંધનીય છે કે ગત રવિવારે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં સ્ટેજ પર મનસુખ રામાણી હાજર રહ્યા હતા.સી.આર.પાટીલ સહિત અનેક લોકો મનસુખ રામાણી સંપર્કમાં આવ્યા હતા.

ટૂંક જ સમયમાં ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતાઓ ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે તે દરમિયાન કોરોના ની માર્ગદર્શિકા નું ઉલંઘન પણ કરી રહ્યા છે.

આ પરિસ્થિતિ વચ્ચે સી.આર.પાટીલ ના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ભાજપના દિગ્ગજ નેતા નો કોરોના પોઝિટિવ આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!