ભાઈ-બહેનનો અનોખો પ્રેમ…! રડતી બહેનને મનાવતા ભાઈનો હૃદય સ્પર્શીઓ વિડિયો – વીડિયો જોઈ ભાવુક થઈ જશો…

Published on: 4:33 pm, Fri, 22 July 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. તમે ઘણા એવા ઈમોશનલ વિડીયો જોયા હશે જે જોઈને તમે પણ ભાવુક થઈ ગયા હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેઓ જ એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો આ દુનિયામાં સૌથી મધુર સંબંધ ભાઈ અને બહેનનો છે.

ભાઈ અને બહેને ગમે તેટલા મોટા થઈ જાય પરંતુ એકબીજા પ્રત્યેનો પ્રેમ બદલાતો નથી અને લાગણીઓમાં પણ કોઈ પણ પ્રકારની કમી આવતી નથી. મોટો ભાઈ હંમેશા પોતાની નાની બહેનને ખૂબ જ પ્રેમ આપતો હોય છે. તે પોતાના કરતાં પણ વધારે પોતાની નાની બહેનનું ધ્યાન રાખતો હોય છે.

ત્યારે હાલમાં એક ભાઈ-બહેનનો વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને તમે પણ ભાવુક થઈ જશો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બે નાના ભાઈ બહેન બાસ્કેટબોલ રમતા જોવા મળી રહ્યા છે. બહેન બોલ હાથમાં લઈને બોલ બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આ દરમિયાન બોલ બહેનના નાક પર પડે છે.

તેથી બહેન રડવા લાગે છે બહેનને રડતા જોઈને ભાઈ બહેન પાસે પહોંચે છે અને તેને પોતાના ગળે લગાડે છે. ત્યારબાદ બહેનને ઊંચી કરીને બાસ્કેટમાં બોલ નાખવા માટે મદદ કરે છે. બાસ્કેટમાં બોલ જાય છે તેથી બેન ખૂબ જ ખુશ થઈ જાય છે અને હસવા લાગે છે.

બહેનની ખુશી જોઈને ભાઈની ખુશી નો કોઈ પાર રહેતો નથી. બહેનને ખુશ જોઈને ભાઈ પણ ઉત્સાહમાં કૂદકા મારવા લાગે છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો ટ્વીટર પર @cctv_idiots નામના એકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવ્યો છે.

આ હૃદય સ્પર્શે વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઉપરાંત એક લાખથી પણ વધારે લોકોએ આ વિડીયો જોયો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને કેટલાક લોકો તો રડી પડ્યા છે. કેટલાક લોકો કોમેન્ટ બોક્સમાં ખૂબ જ ઇમોશનલ કોમેન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાઈ-બહેનનો અનોખો પ્રેમ…! રડતી બહેનને મનાવતા ભાઈનો હૃદય સ્પર્શીઓ વિડિયો – વીડિયો જોઈ ભાવુક થઈ જશો…"

Leave a comment

Your email address will not be published.


*