સમગ્ર દેશમાં પહેલી સપ્ટેમ્બરથી અનલૉક – 4 નો ચોથો તબક્કો શરૂ થઇ રહ્યો છે.આવામાં દરેક વ્યક્તિના મનમાં એક જ સવાલ છે કે શું છ મહિનાથી બંધ પડેલી શાળાઓ અને કોલેજો ની સરકાર હવે આ તબક્કામાં ખોલવા જઇ રહી છે? સોશિયલ મીડિયા પર આવી ખબર જોવા મળતી રહે છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી એ લોકોના મનમાં ઉઠી રહેલા સવાલ પર જવાબ આપ્યો છે.ન્યૂઝ મીડિયા સાથેની વાતચીતમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંક ને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શાળાઓ ક્યારે ખુલશે ત્યારે તેના જવાબમાં તેમણે કહ્યું કે જેમ સ્થિતિ સામાન્ય થશે અને અમે ગૃહ મંત્રાલય તથા સ્વાસ્થ્ય મંત્રાલય સાથે સતત વિચાર કરી રહ્યા છીએ.
જેમ જેમ અમને તેમના સુચના મળતા રહેશે તેમ તેમ અમે આગળની રણનિતી નક્કી કરીશું.જે પણ તેમના નિર્દેશ હશે હવે તે દિશામાં કામ કરીશું. બાળકોની સુરક્ષાને શિક્ષણ મહત્વપૂર્ણ વાત છે.અંતે જણાવવાનું કે અનેક રાજ્ય સરકારે પહેલેથી જ જાહેરાત કરી છે કે ઓગસ્ટના અંતિમ અઠવાડિયામાં શાળાઓ ફરીથી ખોલવા પર નિર્ણય લેવામાં આવશે.કેન્દ્ર સરકાર રાજ્યોને શાળાઓ ફરીથી ખોલવા માટે વિકલ્પ આપશે જો કે કેન્દ્ર સરકાર આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી.એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે કેન્દ્રના નિર્ણયને રાજ્ય સરકારો પર છોડી દેશે.
અનલૉક માં જો શાળા-કોલેજો ખુલશે તો તે રાજ્ય સરકારની જવાબદારી રહેશે કે તેઓ કયા પ્રકારના દિશાનિર્દેશ અને નિયમો લાગુ કરે છે.જેથી કરીને બાળકો વાયરસનો સંક્રમણથી સંપૂર્ણપણે સુરક્ષિત રહે. કોરોના સંકટના દોરમાં બાળકોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા શાળાની સરકાર માટે મોટો પડકાર છે.
Be the first to comment