બેકાબૂ બનેલા ટ્રકે બાઈકચાલકને મારી ટક્કર, પોતાનો જીવ બચાવવા યુવક દોડ્યો પરંતુ ઘટનાસ્થળે જ મૃત્યુ… જુઓ વિડિયો…

177

આજકાલ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે ગુજરાત રાજ્યમાં મહેસાણા થી પાટણ જતા ઊંઝા રસ્તા પાસે એક અકસ્માત સર્જાયું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઊંઝા ત્રણ રસ્તા પાસે ઉભેલા બાઈક સવારને દૂરથી ખૂબ જ ઝડપથી તે આવતા એક ટ્રેલર બાઈક સવારને ટક્કર મારી હતી.

ટ્રેલર ચાલકે બાઈક સવારને ટક્કર મારતા જ બાઇક સવારનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલીક પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસ ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક જ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન સમગ્ર ઘટનાની CCTV ફૂટેજ સામે આવી હતી.

સીસીટીવીમાં તમે જોઈ શકો છો કે ટ્રેલર ની સામે ડાબી સાઈડ ઉભેલા બાઇક સવાર પર ટ્રેલર ચાલકે ટ્રેલર ચઢાવી દીધું. ઊંઝા ત્રણ રસ્તા પાસે સર્જાયેલું આ અકસ્માત જોઈને તમારી આંખો પણ પહોળી રહી જશે.

બેકાબૂ બનેલું એક ટ્રેલર ઝડપથી આવીને ત્રણ રસ્તા પર ઉભેલા એક બાઈક સવારને ઉડાવી દીધો. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા.

ટ્રેલર ચાલક બાઈકને ટક્કર માર્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો, ત્યારે હવે પોલીસ દ્વારા ટ્રેલરચાલક ને પકડવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!]