માતાજી મેલડી ના અનેક ભક્તો ગુજરાતમાં વસે છે. ભક્તો માતાજી મેલડી ઉપર અટૂત શ્રદ્ધા ધરાવે છે અને સમગ્ર ગુજરાતમાં મેલડી માતાજી ના મંદિરો ઠેર ઠેર જોવા મળે છે. આ મંદિરોમાં દૂર દૂરથી લોકો દર્શન કરવા આવતા હોય છે ત્યારે રાજકોટમાં પણ એવું મેલડી માતાજીનું મંદિર આવ્યું છે
જે રાજકોટથી સાત કિલોમીટર દૂર બેડી ગામમાં આવેલું છે બે મુખવાળા મેલડીમાં બિરાજમાન છે અને આ મંદિર વર્ષો જૂનું તેમ જ રાજાશાહી સમયનું ઐતિહાસિક મંદિર છે. કહેવાય છે કે અહીં દર્શન કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને આ મંદિરે દૂરથી લોકો દર્શન માટે આવે છે.
મિત્રો આ ગામના નવઘણભાઈ એ જણાવ્યું કે આ મંદિર 200 થી 300 વર્ષ પહેલાં મેલડીમાતા બિરાજમાન છે તેમની સાત પેઢી માતાજીની સેવા કરતી આવે છે. નવઘણભાઈ પણ છેલ્લા 30 વર્ષથી માતાજી મેલડી ની સેવા કરે છે અને આ મંદિર ખાતે મેલડી માતાએ અનેક લોકોને પરચાઓ આપ્યા છે અને અહીં સાક્ષાત મેલડીમાં બિરાજમાન છે.કહેવાય છે કે આ મંદિર ખાતે જ્ઞાતિ
જાતિના કોઈપણ ભેદભાવ રાખવામાં આવતા નથી અને અહીં આવનાર દરેક વ્યક્તિની મનોકામનાઓ માતાજી મેલડી પૂર્ણ કરે છે અહીં દર્શન કરવાથી સ્ત્રીને સંતાન સુખની પ્રાપ્તિ પણ થાય છે અને આ મંદિરે ગુજરાત સહિત ઘણા બધા રાજ્યોમાંથી લોકો દર્શન કરવા માટે આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment