બે દીકરીઓએ રડતા-રડતા પિતાની અર્થીને કાંધ આપ્યો, આ દ્રશ્ય જોઈને ત્યાં ઉભેલા તમામ લોકો રડી પડ્યા – પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું…

આપણી સમક્ષ રોજબરોજ અવનવા કિસ્સાઓ બનેલા સામે આવતા હોય છે. તેમાંથી ઘણા એવા કિસ્સાઓ બનતા હોય છે કે જે જાણીને દરેક લોકો દુઃખી થઈ જતા હોય છે, ત્યારે હાલ આપણી સમક્ષ બાલીસણા ગામમાંથી એક એવો કિસ્સો સામે આવ્યા છે. જેમાં ગામમાં રહેતા તુષારભાઈ પટેલનું આકસ્મિક રીતે મૃત્યુ થઈ જતાની સાથે જ એક તુષારભાઈના મૃત્યુ બાદ બે દીકરીઓએ તેના પિતાને અર્થીને કાંધ આપી.

આપણે સૌ જાણીએ છીએ કે પરંપરાગત રીતે દીકરાઓ જ પિતાને અર્થીને કાંધ આપતા હોય છે. પરંતુ અહીં તુષારભાઈ પટેલને સંતાનમાં માત્ર બે દીકરીઓ જ હતી. તેથી એ બંને દીકરીઓએ પોતાના પિતાને અર્થીની કાંધ આપીને સ્મશાનગૃહ સુધી લઈ ગયા.

જ્યારે તુષારભાઈ પટેલ નું મૃત્યુ થયું ત્યારબાદ એ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. કારણ કે તેમના અંતિમ સંસ્કાર કોણ કરશે?. ત્યારબાદ તેમની બંને દીકરી હોય પોતાના પિતાના અંતિમ સંસ્કાર કરવાનો નક્કી કર્યું એ બંને દીકરીઓએ રડતા રડતા પોતાના પિતાની અર્થી ને કાંધ આપી અને સમાજમાં પણ અનોખો દાખલો બેસાડ્યો છે.

અંતિમ સંસ્કારમાં જોડાયેલા બધા જ લોકો ભાવુક થઈ ગયા હતા અને દરેક લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. આ બંને દીકરીઓએ દીકરાની જેમ પિતાના અર્થીને કાંદ આપીને દીકરા દીકરી એક સમાનનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે તેમના દીકરાઓ જ માત્ર અર્થી ને કાંધ આવતા હોય છે.પરંતુ હાલના સમયમાં દીકરા દીકરી એક સમાન ને લઈને આજે દીકરીઓ પણ અર્થીને કાંધ આપે છે અને અંતિમ સંસ્કાર પણ કરે છે,ત્યારે આ કિસ્સો પણ સમાજમાં એક અનોખો દાખલો બેસાડવા જેવો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*