ટ્રક ચાલકે અચાનક એવો હોર્ન વગાડ્યો કે, યુવાનો રસ્તાની વચ્ચોવચ આવીને “નાગીન ડાન્સ” કરવા લાગ્યા – વીડિયો જોઈને ખડખડાટ હસી પડશે…

Published on: 3:49 pm, Wed, 13 July 22

મિત્રો તમે દરરોજ સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ખાસ કરીને સોશિયલ મીડિયામાં ડાન્સના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે. તમે ઘણી એવા જાનના વિડીયો જોયા હશે, જેમાં કેટલાક લોકો નાગીન ગીત પર અલગ પ્રકારનું નાગીન ડાન્સ કરતા નજરે જોવા મળતા હોય છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક નાગિન ડાન્સનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રસ્તા પરથી પસાર થઈ રહેલો એક ટ્રક ચાલક હોર્ન વગાડે છે.

ટ્રકનો હોર્ન સાંભળીને રસ્તા પર જઈ રહેલા કેટલાક લોકો પોતાની બાઈક રોડની બાજુમાં પાર્ક કરીને ડાન્સ કરવા લાગે છે. આ દ્રશ્યો જોઈને ટ્રક ચાલક તાત્કાલિક ટ્રક રોકી દે છે. ટ્રક રોક્યા બાદ ટ્રક ચાલક ફરીથી ટ્રકનો હોર્ન વગાડે છે. આ અનોખો હોર્ન સાંભળીને યુવાનો નાગીન ડાન્સ કરવા લાગે છે.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ડાન્સનો વિડીયો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ટ્રકનો હોર્ન નાગિન ગીતની ટ્યુનમાં વાગી રહ્યો હતો. આ હોર્ન સાંભળીને વાનો પોતાની જાત પર કાબુ રાખી શક્યા નહીં.

અને રસ્તાની વચ્ચોવચ આવીને અનોખા અંદાજમાં નાગીન ડાન્સ કરવા લાગ્યા હતા. કેટલાક યુવાનો હતો રોડ પર સૂઈ ગયા હતા. બધા યુવાનો પોતાની અલગ મસ્તીમાં નાગિન ડાન્સ કરતા નજરે ચડ્યા હતા. વાયરલ થઈ રહેલો આ વિડીયો સોશિયલ મીડિયામાં aher_narendra નામના ટ્વીટર યુઝરે પોતાના એકાઉન્ટમાં શેર કર્યો છે.

આ વિડીયો અત્યાર સુધીમાં 8 લાખથી પણ વધારે લોકોએ જોયો છે. આ ઉપરાંત 7,000 થી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે. વાયરલ થયેલો આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ઘણા લોકો તો વિડીયો જોઈને ખડખડાટ હસી પડ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ટ્રક ચાલકે અચાનક એવો હોર્ન વગાડ્યો કે, યુવાનો રસ્તાની વચ્ચોવચ આવીને “નાગીન ડાન્સ” કરવા લાગ્યા – વીડિયો જોઈને ખડખડાટ હસી પડશે…"

Leave a comment

Your email address will not be published.


*