ગુજરાતમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટના આખી સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. પાટણના લોટેશ્વરમાં રહેતા પટેલ પરિવારમાં કંઈક એવી ઘટના બની કે ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે. પાટણના લોટેશ્વરમાં રહેતા રામલાલ કાંતિભાઈ પટેલ ને ચાર દીકરાઓ છે. જેમાં અરવિંદભાઈ, પ્રકાશભાઈ, દિનેશભાઈ અને હિતેશભાઈ.
બધા ભાઈઓમાં અરવિંદભાઈ સૌથી મોટા છે અને ત્રીજા નંબરના ભાઈ દિનેશભાઈ છે. મિત્રો તમને જણાવી દઈએ કે અરવિંદભાઈ અને દિનેશભાઈ પાટણ શહેરની રાણકીવાવ રોડ ઉપર આવેલી દ્વારકા હોમ સોસાયટીમાં સાથે રહે છે. આ ઉપરાંત તેઓ પાટણ માર્કેટ યાર્ડમાં શ્રીરામ ફટિલાઈઝર નામની દુકાનમાં પણ સાથે બેસે છે.
ઘટનાના દિવસે અરવિંદભાઈ પાટણ માર્કેટયાર્ડમાં આવેલી નાગરિક શાખા બેંકમાં ચેક ભરવા માટે ગયા હતા. જ્યાં ચેક ભરીને બહાર આવીને તેઓ ખુરશી ઉપર બેઠા હતા. પછી તેઓ ઉભા થઈને ચાલતા ચાલતા રોડ ઉપર જાય છે. ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવે છે અને તેઓ રોડ ઉપર જ ઢળી પડ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને અરવિંદભાઈને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સારવાર મળે તે પહેલા તો અરવિંદભાઈનું મૃત્યુ થઈ ગયું હતું. સમગ્ર ઘટનાને લઈને બીજા નંબરના ભાઈ પ્રકાશભાઈએ જણાવ્યું કે, અરવિંદભાઈ ના મૃત્યુના સમાચાર મળતા જ દિનેશભાઈ તાત્કાલિક ઘરે આવી પહોંચ્યા હતા.
તેઓ પરિવારજનોને આશ્વાસન આપતા હતા અને હિંમત ન હારતા બધું સારું થઈ જશે તેમ કહેતા હતા. એવામાં અચાનક જ ગભરામણ થતા દિનેશભાઈ ઢળી પડ્યા હતા. જેથી તેમને પણ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. એક તરફ અરવિંદભાઈનું મૃતદેહ ઘરે આવ્યું અને બીજી તરફ દિનેશભાઈને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
મોટાભાઈના મૃત્યુના સમાચાર મળતા જ નાના ભાઈનું કરુણ મોત…એક સાથે બે દીકરાઓની અર્થી ઉઠતા આખું પટેલ પરિવાર હિબકે ચડ્યું… જુઓ મોતના LIVE સીસીટીવી… pic.twitter.com/wfQHQueLmB
— GUJJU ROCKZ (@gujju_rockz) March 14, 2023
અરવિંદભાઈના મૃતદેહની અંતિમ વિધિની તૈયારીઓ ચાલતી હતી. ત્યારે દિનેશભાઈ એ પણ હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધો હતો. એક બાજુ અરવિંદભાઈની અંતિમ વિધિની તૈયારીઓ ચાલુ હતી અને બીજી બાજુ દિનેશભાઈના મૃત્યુના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
મૃત્યુ પામેલા અરવિંદભાઈની ઉંમર 49 વર્ષની હતી. તેમને સંતાનોમાં એક દીકરી છે. જેની ઉંમર 25 વર્ષની છે અને તેના દોઢ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. અને એક 21 વર્ષનો દીકરો પણ છે જે અત્યારે અભ્યાસ કરે છે. જ્યારે મૃત્યુ પામેલા દિનેશભાઈની ઉંમર 45 વર્ષની હતી અને તેમને સંતાનમાં 19 વર્ષનો દીકરો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment