સુર, શરણાઈ અને લગ્નના ઢોલની ખુશીઓ વચ્ચે એક પરિવાર સાથે દુર્ઘટના સર્જાતા ખુશીઓનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે. પરિવાર સાથે એક એવી દુઃખદાઈ ઘટના બની છે કે દીકરાનો વરઘોડો નીકળે એ પહેલાં જ દુઃખદ સમાચાર આવ્યા. ઘટના કંઈક એવી બની છે કે વાઘોડિયા તાલુકાના સીહાપુર ગામના પરિવાર સાવલી તાલુકાના
આદલવાડા ગામે જા દીકરીના લગ્ન નક્કી કર્યા હતા ત્યાં આદલવાડા વેવાઈના ઘરે હાજરી આપવા ગયા હતા. હાલોલ વડોદરા હાઇવે ઉપર આવેલા આસોજ ગામ પાસે રીક્ષા નું વિલ નીકળી ગયું અને અચાનક રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. રીક્ષામાં સવાર એકનું મોત નીપજ્યું હતું અને આ દુર્ઘટનામાં ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. વાઘોડિયા તાલુકાના
સિંહણપુરા ગામનો પરિવાર આ રીક્ષામાં સવાર હતો અને તેઓ સાવલી તાલુકાના આદલવાડા ખાતે લગ્નમાં હાજરી આપવા ગયા હતા.જ્યાંથી તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા આ દરમિયાન તેઓનું કમનસીબે અકસ્માત થયું છે અને અકસ્માત દરમિયાન મૃત્યુ પામેલા સિંહપુરા ગામના રાજુભાઈ છગનભાઈ ભાલીયાના ઘરે જ પોતાના દીકરા અને
દીકરીના લગ્ન હતા. અકસ્માત સજાતા તરત જ 108 એમ્બ્યુલન્સ મારફતે સ્માર્ટ હાલોલ નજીક થતા અકસ્માતમાં તમામને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા લગ્નની ખુશીઓનો માહોલ માતમ માં ફેરવાઈ જતા પરિવારજનોમાં જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવું લાગી રહ્યું હતું આટલું જ નહીં પરંતુ લગ્નના ઘેરે સજાવવામાં
આવેલો મંડપ પણ ઉતારી લેવામાં આવ્યો હતો. સાવલી તાલુકાના આદલપુર ગામેથી જાન આવવાની હતી. ભાલીયા પરિવાર આજે દીકરીને સાસરીયા ના લગ્ન પ્રસંગમાં હાજરી આ માટે ગયો હતો દીકરી ના લગ્ન ના આગલા દિવસે અને દીકરાના લગ્નના બે દિવસ અગાઉ જ પિતાનું અકસ્માતમાં મોત થતા સિંહાપુર ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો
રીક્ષામાં સવાર પત્ની દીકરી અને પોતાના ભાઈના પરિવાર સાથે જ્યાં દીકરી ના લગ્ન નક્કી કર્યા છે
ત્યાં આદલવાળા વેવાઈના ઘરે હાજરી આપવા ગયેલ આ પરિવાર પરત ફરતા અકસ્માત સર્જાયો હતો. બે દિવસથી ઘરે મંડપનો ઢોલ વાગી રહ્યો હતો આવા સમયે અચાનક દુઃખદ સમાચાર વાયુવેગે પહોંચ્યા હતા.6 ફેબ્રુઆરી 2023 એ રાજુભાઈ ની દીકરી ના લગ્ન હતા પરંતુ દીકરીના લગ્નની વિદાયનો દિવસ આવે એ પહેલા જ રાજુભાઈએ દુનિયાને વિદાય આપી જાણે અલવિદા કહી દીધું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment