મિત્રો આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અત્યાર સુધીમાં અકસ્માતની ઘટનામાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં મોટી બહેનની નજર સામે ભાઈનું મૃત્યુ થયું હતું. આ ઘટના ઇન્દોરથી સામે આવી રહી છે. મોડી રાત્રે ભાઈ અને બહેન બાઇક પર ઘરે જઈ રહ્યા હતા.
ત્યારે બાયપાસ રોડ પર એક કાર્ય તેમની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલમાં હાજર તબીબોએ ઇજાગ્રસ્ત થયેલા ભાઇને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટના બનતા જ મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મળતી માહિતી અનુસાર 21 વર્ષીય શિવમ અને તેની 22 વર્ષીય બહેન સાક્ષી બાઈક પર મોડી રાત્રે ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં પુરપાટ ઝડપે જતી એક કાર્ય તેમની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ભાઈ અને બહેન દૂર જઈને રોડ પર પડ્યા હતા.
ત્યાર બાદ આસપાસના લોકો દ્વારા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ઇજાગ્રસ્ત થયેલા શ્રી અમને મૃત જાહેર કર્યો હતો. શુભમની બહેન એક બોલમાં જ્વેલરી શોરૂમમાં કામ કરે છે. જ્યારે શિવમ ગુજરાતી કોલેજમાં બી.કોમ.ના ફાઇનલ યરમાં અભ્યાસ કરતો હતો.
ઘટનાના દિવસે શુભમ મોડી રાત્રે તેની બહેનને મોલે લેવા માટે આવ્યો હતો. ભાઈ અને બહેન બંને બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની સાથે આ અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર પરિવારના સભ્યોએ તેમના મૃત્યુની માહિતી તેની મોટી બહેન સાક્ષીને આપી ન હતી.
શિવમ અને સાક્ષીના પિતાનું બે વર્ષ પહેલા પુણેમાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જ્યારે હવે શિવમ ના મૃત્યુના કારણે પરિવારમાં માતા અને બહેન બે જ બાકી રહ્યા છે. શિવમ ના અંતિમ સંસ્કાર વખતે ત્યાં હાજર તમામ લોકો ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment