મોડાસામાં 35 વર્ષની ઉંમરે સાગરભાઈ રબારીનું અચાનક જ હાર્ટ એટેક આવતા કરુણ મોત… સમગ્ર રબારી સમાજમાં માતમ છવાઈ ગયો…

ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં રાજકોટ અને સુરત શહેરમાં હાર્ટ એટેકના કિસ્સાઓ ખૂબ જ વધ્યા છે. જાણવા મળી રહ્યું છે કે રાજકોટમાં છેલ્લા બે દિવસમાં છ લોકોના હાર્ટ એટેક આવવાના કારણે મોત થયાં છે.

ત્યારે મોડાસામાં બનેલો હાર્ટ એટેક નો એક કિસ્સો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં એક 35 વર્ષના રબારી ભુવાજીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો.

વિગતવાર વાત કરીએ તો મોડાસાના ધોલવાણી ગામમાં રહેતા 35 વર્ષના સાગરભાઇ રબારી પોતે ચહેર માતાજીના ભગત હતા અને તેઓ અરવલ્લી જિલ્લામાં ભુવાજી તરીકે ખૂબ જ પ્રસિદ્ધ પણ હતા. સાગરભાઇ જ્યારે પોતાના ઘરે હતા ત્યારે અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.

પછી પરિવારના સભ્યો સાગરભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે જણાવ્યું કે સાગરભાઇનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. આ ઘટના બનતા જ તેમના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.

મોડાસામાં નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવાનો આ ત્રીજો કિસ્સો છે. આ પહેલા પણ બે વ્યક્તિઓએ નાની ઉંમરે પોતાનો જીવ ગુમાવ્યો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે, જામનગરમાં એક 13 વર્ષના દીકરાનું અને જેતપુરમાં એક 18 વર્ષની દીકરીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

ગુજરાતમાં સતત હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા ગુજરાતીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં કોરોનાની મહામારી બાદ હાર્ટ એટેકના બનાવો વધી ગયાં છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*