ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ મહેશભાઈ રામાણીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, મહેશભાઈને રાજસ્થાનમાં હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત થયું હતું.
66 વર્ષની ઉંમરે મહેશભાઈ રામાણીનું હાર્ટ એટેક આવવાના કારણે દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનો અને પાટીદાર સમાજમાં માતમ છવાઈ ગયો છે. મહેશભાઈ ના અવસાનના સમાચાર મળતા જ સમગ્ર આર્યસમાજ જામનગરના પદાધિકારીઓ, સદસ્યો, શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલય જામનગરનો શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓમાં માતમ છવાઈ ગયો હતો.
મિત્રો તમને જણાવી દઈએ કે મહેશભાઈ રામાણીએ ઉદ્યોગિક અને સામાજિક ક્ષેત્રે અનેક સેવાના કાર્યો કરેલા છે. મહેશભાઈ નાનપણથી જ આર્યસમાજની વિચારધારાના ચુસ્ત હિમાયતી હતા. મિત્રો તમને જણાવી દઈએ કે મહેશભાઈ રામાણી અનેક સામાજિક અને ઔદ્યોગિક સંસ્થાઓમાં સેવા આપી રહ્યા હતા. મહેશભાઈ ઘણી બધી સંસ્થાઓમાં ડાયરેક્ટરના પદ પર પણ રહી ચૂક્યા છે.
મહેશભાઈના દુઃખદ નિધનના કારણે પાટીદાર સમાજમાં માતમ છવાઈ ગયો છે. ગુજરાતમાં છેલ્લા થોડાક સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાની મહામારી બાદ ગુજરાતમાં હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. આ પહેલા પણ તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં નાની ઉંમરના યુવાનો અને યુવતીઓનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment