બેસતા વર્ષના દિવસે મોરબીમાં આવેલો ઝુલતો પુલ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ વાતના સમાચાર મળતા જ લોકો મોટી સંખ્યામાં અહીં ફરવા માટે આવતા હતા. ત્યારે ગત રવિવારના રોજ મોરબીમાં આવેલા ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવ્યા હતા. ત્યારે સાંજે સાડા છ વાગ્યાની આસપાસ પુલ પર હાજર લોકો ને ત્યાં ખબર હશે કે તેમની પુલની ટિકિટ આજે તેમની મૃત્યુની ટિકિટ બની જશે.
6:30 વાગ્યાની આસપાસ ઝૂલતો પુલ અચાનક જ બે કડાકા સાથે તૂટી પડ્યો હતો. જેના કારણે પુલ પર હાજર લપગ 400 જેટલા લોકો મચ્છુ નદીમાં ખાબકીયા હતા. આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઇ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ કેટલાક લોકોએ નદીમાં પડેલા લોકોને બચાવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા અને કેટલાક લોકોએ આ ઘટનાનો વિડીયો ઉતાર્યો હતો.
આ ઘટનામાં ઘણા આખા પરિવારો મૃત્યુ પામ્યા છે. અથવા તો અમુક પરિવારમાં માત્ર ખૂબ જ નાની ઉંમરના બાળકો જ વધ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં સૌથી વધારે બાળકો અને મહિલાઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે આ ઘટનામાં ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે રહેતા એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
મૃત્યુ પામેલા યુવાનનું નામ સુરજ મોહનભાઈ જાડેજા હતું અને તેની ઉંમર માત્ર 18 વર્ષની હતી. તે શાપરમાં એક પ્રાઇવેટ કંપનીમાં સફાઈનું કામ કરતો હતો. દિવાળીની રજા હોવાના કારણે મોહન મોરબી ગામે પોતાના મામા ભુપતભાઈ છગનભાઈ પરમાર ના ઘરે આવ્યો હતો. ત્યાંથી તે પોતાના મામા સાથે મોરબીમાં આવેલા ઝૂલતા પુલ ઉપર પહોંચ્યો હતો.
આ દરમિયાન પૂલ તૂટવાની ઘટના બની હતી. આ ઘટનામાં સૂરજે પોતાનો જીવ ગુમાવ્યો હતો. સુરતના મૃત્યુના સમાચાર મળતા જ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. મૃત્યુ પામેલો સુરજ પરિવારનો એકનો એક દીકરો હતો અને સફાઈ કામ કરીને તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદ કરતો હતો. એકના એક કમાવનાર દીકરાનું મૃત્યુ થતા પરિવાર આર્થિક રીતે પણ પડી ભાંગ્યું છે.
ગોઝારી ઘટના બાદ સુરજના મૃતદેહને ગુંદાસરા લાવવામાં આવ્યું હતું અને અહીં તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ મોરબી થી ઉચ્ચક અધિકારીઓ સુરજના ઘરે આવ્યા હતા અને 4 લાખ રૂપિયાનો સહાયનો ચેક સૂરજના પિતા મોહનભાઈને આપ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment