ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. મોટી ઉંમરના રોજ વ્યક્તિઓથી લઈને નાની ઉંમરના બાળકોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સા જોવા મળી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે.
આ ઘટનામાં કડીમાં 18 વર્ષના વિદ્યાર્થીઓનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. માત્ર 18 વર્ષના દીકરાનું મોત થતા જ પરિવારના સભ્યો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. વાત કરીએ તો કડી નગરપાલિકા સામે આવેલ જય રણછોડ સોસાયટીમાં રહેતા અને મિસ્ત્રી કામ કરતા અશોકભાઈના 18 વર્ષના દીકરા સંકેતનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
સંકેત મેડિકલ એન્જિનિયરિંગ કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. ઘટના બની તે દિવસે સંકેતનો પરિવાર અમદાવાદ એક લગ્ન પ્રસંગમાં ગયો હતો. આ દરમિયાન સંકેત ઘરે જ હતો. મંગળવારના રોજ સવારે સંકેત કોલેજે પેપર દેવા ગયો હતો.
ત્યારે તે કોલેજથી ઘરે પાછો આવ્યો ત્યારે તે સોસાયટીમાં પોતાના મિત્ર સાથે બાંકડા પર બેઠો હતો. આ દરમિયાન અચાનક જ સંકેતને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મોત થઈ ગયું હતું. ત્યાર પછી તો આજુબાજુના લોકો સંકેતને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરની સારવાર મળે તે પહેલાં તો સંકેતનું મોત થઈ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment