આજથી બે ત્રણ દિવસ પહેલા ગુજરાતના પાટણમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. પાટણના સિદ્ધપુર રેલવે સ્ટેશનની હદમાં વહેલી સવારે ડીએફસીસીની લાઈન ઉપર આવતી ટ્રેનની અડફેટેમાં આવતા એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ મિતેશભાઈ જગદીશચંદ્ર દવે હતું.
મિતેશભાઈ સિધ્ધપુર ખોડીયાર માતાના મહાડ(ખારપાડા)ના રહેવાસી હતા. તેમના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સિધ્ધપુર સ્ટેશનમાં અકસ્માત ની માહિતી મળતા મહેસાણા રેલવે પોલીસ અને સિધ્ધપુર રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
ત્યાર પછી પોલીસે પંચનામું કર્યું હતું અને મિતેશભાઇના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું. મિતેશભાઇ દવેનું અકસ્માતમાં મોત થયું છે.
હાલમાં તેવી ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ આ અકસ્માત કેવી રીતે બન્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. જાણવા મળી રહ્યું છે કે સિદ્ધપુર રેલવે સ્ટેશન પર મિતેશભાઇ માલગાડીની અડફેટેમાં આવી ગયા હતા.
આ કારણોસર તેમનું કરુણ મોત થયું હતું. મિતેશભાઇ માલગાડીની ઝપેટમાં કેવી રીતે આવ્યા તેની કોઈપણ માહિતી સામે આવી નથી. તેમનું મોત થતા જ તેમના હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment