ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને ભણાવતા ભણાવતા શિક્ષકનું અચાનક થયું કરુણ મૃત્યુ, જાણો શિક્ષક સાથે ક્લાસરૂમમાં એવું તો શું થયું હશે…

હાલમાં બનેલી એક ચોકાઆવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક શાળાના ક્લાસરૂમમાં એક શિક્ષક સાથે અચાનક કંઈક એવું બન્યું કે કોઈ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને ભણાવતા ભણાવતા એક શિક્ષકનું અચાનક જ કરવાનુ મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે ખળભળાટ મચી ગયો હતો.

શિક્ષકનું મૃત્યુ થતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના શુક્રવારના રોજ પ્રયાગરાજની સેન્ટ જોફેસ કોલેજમાં બની હતી. અહીં ક્લાસરૂમમાં ગુરુવારના આલ્ફ્રેડ સુમિત કુજુર નામના શિક્ષક ભણાવવાનું શરૂ કરે છે. વિદ્યાર્થીઓને ભણાવતી વખતે અચાનક જ શિક્ષક જમીન પર ઢળે પડ્યા હતા અને વિદ્યાર્થીઓની નજરની સામે જ શિક્ષકે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ ઘટના બનતા જ અન્ય લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. શિક્ષકના મૃત્યુના સમાચાર મળતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. સુત્રો અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે સુમિત છેલ્લા કેટલાય દિવસથી ડેન્ગ્યુથી પીડાતો હતો. આરોપ છે કે, સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કોર્સ પૂરો કરવા માટે સુમિત પર સતત દબાણ કરવામાં આવતું હતું.

ડેન્ગ્યુ હોવા છતાં પણ સુમિત વિદ્યાર્થીઓને ભણાવવા માટે શાળાએ ગયો હતો. ત્યારે વિદ્યાર્થીઓને ભણાવતી વખતે શિક્ષક સુમિતનું પ્લેટલેટ્સ 25,000 થી પણ નીચે આવી ગઈ હતી. જ્યારે સ્કૂલના સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે, શિક્ષકની હાલત ખરાબ હોવાના કારણે તેમને ઘરે જવાની પણ સલાહ આપી હતી.

સુમિતની તબિયત શાળામાં ખૂબ જ બગડી ગઈ હતી. ક્લાસરૂમમાં જઈને તે વિદ્યાર્થીઓને એકાઉન્ટની બુક ખોલવાનું કહે છે અને તે વિદ્યાર્થીઓને વાર્ષિક હિસાબ સમજાવતો હોય છે. ત્યારે અચાનક જ તેની તબિયત લથડે છે અને તે જમીન પર ઢળી પડે છે.

આ જોઈને વિદ્યાર્થીઓ ખૂબ જ ડરી ગયા હતા અને બહાર જઈને અન્ય શિક્ષકોને ત્યાં બોલાવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ શિક્ષકો તાત્કાલિક સુમિત પાસે દોડી આવ્યા હતા. આ જઈને જોયું ત્યારે સુમિતના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા. તાત્કાલિક જ એમ્બ્યુલન્સ ને બોલાવવામાં આવી હતી. પરંતુ તે પહેલા તો સુમિતનું મૃત્યુ થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*