હાલમાં રાજકોટમાં(Rajkot) બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં મિત્રોના ફાર્મ હાઉસ(Farm house) પર ગયેલા રાજકોટના વેપારી સાથે કંઈક એવું બન્યું કે આંખો પરિવાર દોડતો થઈ ગયો હતો. બોલાવતી ગરમી વચ્ચે મોજ મસ્તી કરવા સામે ગયેલા વેપારીને મોત આંબી ગયું છે. વેપારીનું(merchant) મોત થતા જ પરિવારની ખુશીઓમાં માતમ છવાઈ ગયો હતો.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે સોમનાથ સોસાયટી-ત્રણમાં રહેત 40 વર્ષના કમલેશભાઈ ભરતભાઈ પીઠડીયા રવિવારના રોજ રજા હોવાના કારણે પોતાના પરિવાર સાથે કાર લઈને સાયલાના કાનપુરમાં આવેલા પોતાના મિત્ર કનુભાઈના ફાર્મ હાઉસ પર ગયા હતા.
ફાર્મ હાઉસ પર કમલેશભાઈ પોતાના પરિવાર સાથે મોજમસ્તી કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ સ્વિમિંગ પુલમાં ભરેલા પાણીમાં ડૂબી જવાના કારણે કમલેશભાઈ બેભાન થઈ ગયા હતા. ત્યાર પછી પરિવારના લોકો કમલેશભાઈને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢીને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.
અહીં કમલેશભાઈએ મોડી રાત્રે સારવાર દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યું હતું. કમલેશભાઈનું મોત થતા જ પરિવારજનો અને મિત્ર મંડળમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાની માહિતી મળ્યા બાદ સાયલા પોલીસની ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી આવી હતી. પછી કમલેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું અને પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કમલેશભાઈ બે ભાઈઓમાં સૌથી નાના હતા અને તેમને સંતાનમાં બે દીકરીઓ છે. કમલેશભાઈના મોતના કારણે બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પરિવારે ઘરનો આધારસ્તંભ ગુમાવ્યો છે. કમલેશભાઈ પાર્થ પડદા નામની દુકાન ચલાવતા હતા. તેઓ અલગ અલગ પડદા બનાવવાનું કામ કરતા હતા. તેવામાં આવી રીતે કમલેશભાઈનું મોત થતા જ પરિવારમાં માતમ છવાયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment