સુરતમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. સુરતના મોટા વરાછા વિસ્તાર સ્થિત અમૃત રેસીડેન્સીમાં રહેતા 33 વર્ષીય સંદીપભાઈ ભરતભાઈ વેકરીયા કાપડના દલાલીના વ્યવસાય સાથે જોડાયેલા છે. સંદીપભાઈ ગુરૂવારના રોજ રાત્રિના સમયે તેના બે મિત્રો સાથે બાઈક લઈને બહાર નીકળ્યા હતા. તેઓ મિત્રો સાથે બાઈક લઈને પૂણા કેનાલ થી ભરત કેનાલ તરફ જઈ રહ્યા હતા.
ત્યારે રસ્તામાં સારોલી પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન સંદીપભાઈ પોતાના બે મિત્રો સાથે ત્રીપલ સવારીમાંથી ત્યાંથી પસાર થયા હતા. એટલે પોલીસે તેમને રોકવાના પ્રયાસો કર્યા હતા. જેમાં પોલીસે સંદીપભાઈ અને તેમના મિત્ર સંજયભાઈની ધરપકડ કરી લીધી હતી જ્યારે તેમનો અન્ય એક મિત્ર ત્યાંથી ભાગી ગયો હતો. ત્યાર પછી સંદીપભાઈ અને સંજયભાઈને પોલીસ મથક લાવવામાં આવ્યા હતા.
ત્યારે અહીં પોલીસ સ્ટેશનમાં ચંપલ કાઢતી વખતે સંદીપભાઈ પડી ગયા હતા. આ કારણોસર તેમના માથાના ભાગે ઇજા પહોંચી હતી. માથાના ભાગે ઇજા પહોંચતા જ સંદીપભાઈ બેભાને થઈ ગયા હતા. પછી તેમને 108ની મદદ થી સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સંદીપભાઈ ને સારવાર મળે તે પહેલાં તો તેમનું મોત થઈ ગયું હતું.
આ વાત પોલીસ દ્વારા જણાવવામાં આવી છે. પરંતુ આ વાતને લઈને મૃત્યુ પામેલા વ્યક્તિના પિતાએ ભાઈએ શંકા વ્યક્ત કરી છે અને આક્ષેપ કરતાં તેઓએ જણાવ્યું છે કે, તેઓ વારંવાર સંદીપને ફોન કરતા હતા. તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો ન હતો. છેવટે ફોન ઉચકવવામાં આવ્યો પરંતુ ત્યારે પોલીસે નહીં પરંતુ સંદીપના મિત્રએ વાત કરી હતી અને જણાવ્યું હતું કે સંદીપને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
સંદીપનુ મોત કયા કારણોસર થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. કોઈક કહે છે કે દિવાલ સાથે માથું અથડાતા સંદીપનું મોત થયું તેને કોઈ કહે છે કે ચંપલ કાઢતી વખતે સંદીપ પડી ગયો હતો એટલે તેનું મોત થયું છે. પરિવારના સભ્યો ન્યાય માટે માંગ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment