હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર નદીમાં તરવા પડેલા વડોદરાના એક યુવકનું સોમવારના રોજ મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આમ ત્રણ રાજ્યોની સ્ત્રી ફેટ આવેલું ત્રિભેટે આવેલું ગામ એટલે હાફેશ્વર. અહીં ભગવાન શંકરનું પૌરાણિક મંદિર આવેલું છે.
અહીં ચારે બાજુ નાના મોટા પર્વત અને પર્વતોની વચ્ચેથી નર્મદા નદી વહે છે. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ વડોદરાનો કપિલ સુરેશ શર્મા તેમના મિત્રો સાથે હાફેશ્વર ખાતે દર્શન કરવા માટે ગયો હતો. મળતી માહિતી અનુસાર કેવડિયા ખાતે નર્મદા નદી પર બાંધવામાં આવેલા બંધના કારણે હાફેશ્વર ખાતે નર્મદા નદીનું પાણી ભરાયેલું રહે છે.
મળતી માહિતી અનુસાર કપિલ શર્મા પોતાના મિત્રો સાથે બોટમાં બેસીને જૂના મંદિરના દર્શન કરવા માટે ગયો હતો. મળતી માહિતી અનુસાર લગભગ સાંજના પાંચ વાગ્યાની આસપાસ 27 વર્ષીય કપિલ પોતાના મિત્રોને કહે છે કે મને તરતા આવડે છે.
તેમ કહીને તે નર્મદા નદીમાં કૂદીને ચડવા લાગ્યો હતો. જેના કારણે બોટ માં બેઠેલા કપિલના મિત્રોએ તેને બોટમાં પાછું આવવાનું કહ્યું હતું. પરંતુ કપિલે પોતાના મિત્રોની વાત માની નહિ અને તે નદીમાં તરવા લાગ્યો. થોડીક વાર થઈ ત્યારે તે ડૂબવા લાગે છે.
ત્યારે કપિલ મિત્રોએ કપિલને બચાવવા માટે દોરડું નાખ્યું હતું. પરંતુ કપિલ તે દોરડું પકડી શક્યો નહીં. અને નર્મદા નદીના ઉંડા પાણીમાં ડૂબી ગયો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચ્યા બાદ પોલીસે અને ગામના લોકોએ કપિલની શોધખોળ શરૂ કરી હતી.
રવિવારે નર્મદા નદીમાં ડૂબેલા કપિલનું મૃતદેહ સોમવારના રોજ બપોરે બે વાગ્યાની આસપાસ મળી આવ્યું હતું. ત્યારબાદ કપિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. કપિલના મૃત્યુની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment