ગાંધીનગરમાં મિત્રો સાથે ધાબા પર બેઠેલા 26 વર્ષના યુવકનું 12માં માળેથી નીચે પડતા કરુણ મોત… જાણો યુવક સાથે એવું તો શું બન્યું હશે…

હાલમાં ગાંધીનગરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. ગાંધીનગરની જાણીતી મેન પાવર આઉટ સોર્સ એજન્સી રાજદીપ એન્ટરપ્રાઇઝના માલિક પ્રવીણભાઈ ચૌધરીના મોટા દીકરાનું ગઈકાલે મોટી રાત્રે 12માં માળેથી નીચે પડતા કરુણ મહોત થયું છે. મળતી માહિતી અનુસાર પ્રવીણભાઈનો મોટો દીકરો ગઈકાલે મોડી રાત્રે રાસાયણિક ખેતીની વિનાયક સ્કાય ડેક સોસાયટીના પેન્ટહાઉસના બારમા માળે આવેલા હાઉસના ધાબા ઉપરથી નીચે પડ્યો હતો.

આ કારણોસર તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ આસપાસના લોકો અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકનું નામ રાજ હતું અને તેની ઉંમર 26 વર્ષની હતી. રાજ ગઈકાલે પેન્ટ હાઉસમાં રહેતા પોતાના મિત્રના ઘરે આવ્યો હતો.

ત્યાર પછી પેન્ટહાઉસના 12 માં માળે ધાબા ઉપર રાજ અને તેના બે મિત્રો બેઠા હતા. ત્યારે નીચે ઉતારતી વખતે રાજ ધાબા ઉપર બનાવેલા ફાઇબરના શેડ ઉપર પગ મૂકે છે. શેડ ઉપર પગ મુકતા જ રાજ નો પગ લપસ્યો હતો અને તે સીધો 12 માં માળેથી નીચે પડ્યો હતો. આ ઘટના બનતા જ તેના બંને મિત્રો તાત્કાલિક નીચે દોડી આવ્યા હતા.

ત્યાં સુધીમાં તો આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. લોકો કાંઈ સમજે તે પહેલા તો રાજનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ઘટનાની માહિતી મળખા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. રાજ નુ મોત થતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી પોલીસે શરૂ કરી દીધી છે. મૃત્યુ પામેલો રાજ ચૌધરી રાજદીપ એન્ટરપ્રાઇઝના માલિક પ્રવીણભાઈ ચૌધરીનો દીકરો છે. જુવાનજોધ દીકરાનું અકાળે મોત થતા ચૌધરી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*