રાજકોટમાં 21 વર્ષના પટેલ યુવકનું કરુણ મોત, રાત્રે સુઈ ગયા બાદ દીકરો સવારે જાગ્યો જ નહીં…પટેલ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું…

રાજકોટમાં બનેલી એક દુકાન ઘટના સામે આવી રહી છે. રાજકોટમાં 21 વર્ષના પટેલ યુવકનું દુઃખદ નિધન થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના ભાવનગર રોડ ઉપર આવેલ મહિકા ગામમાં રહેતો અને શિવ કેટરર્સના નામે ધંધો કરતો મોહિત વિપુલભાઈ મોલિયા નામના યુવકને આજરોજ વહેલી સવારે બેભાન થઈ ગયો હતો.

ત્યારબાદ પરિવારના સભ્યો મોહિત ને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં સિવિલ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મોહિતની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. મોહિતના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં શોકનું મોજો ફરી વળ્યું હતું.

આ સમગ્ર ઘટનાની જાણ થતા જ આજીડેમ પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને પૂછપરછ શરૂ કરી દીધી હતી. મૃત્યુ પામેલો મોહિત બે ભાઈઓમાં મોટો હતો. મોહિતના પિતા ખેતી કામ કરીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવતા હતા.

જ્યારે મોહિત કેટરર્સનું કામ કરતો હતો. ગઈકાલે તે કામેથી મોડી રાત્રે ઘરે આવ્યો હતો. ત્યારબાદ આવીને તે સીધો સૂઈ જ ગયો હતો. સવારે કામે જવાનું હોવાના કારણે મોહિતના દાદી તેને ઉઠાડવા માટે ગયા હતા. પરંતુ મોહિતે દાદીને જવાબ આપ્યો નહીં.

જેથી દાદીએ આ વાતની જાણ પરિવારના અન્ય સભ્યોને કરી હતી. પછી પરિવારના સભ્યોએ મોહિતને જગાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બેભાન હાલતમાં પડેલો હત. પછી પરિવારના સભ્યો તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.

જ્યાં હાજર ડોક્ટરે મોહિતની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવ્યા તે પોલીસે મોહિતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોહિતના મૃત્યુનું સાચું કારણ જાણવા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*