ગાંધીનગરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં લિફ્ટની ખાલી જગ્યામાં ફસાયેલા કબૂતરને બચાવવાના પ્રયાસમાં 13 વર્ષના માસુમ બાળકો એ પોતાનો જીવ ગુમાવ્યો છે. દીકરાનું મોત થતા જ માતા-પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. આ દુઃખદ ઘટના ગાંધીનગરના સરગાસણ ટીપી – 9ની નીલકંઠ સોસાયટીમાં બની હતી.
અહીંની લિફ્ટની ખાલી જગ્યામાં એક કબૂતર ફસાઈ ગયું હતું. આ કબુતર નો જીવ બચાવવાના પ્રયાસમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતો 13 વર્ષનો બાળક ખાલી જગ્યામાં નીચે પડી ગયો હતો. આ કારણોસર તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ મૃતક બાળકના પરિવારજનો અને સોસાયટીમાં માતમ છવાઈ ગયો હતો.
આ કિસ્સો દરેક માતા-પિતા માટે ચેતવણી રૂપ છે. વિગતવાર વાત કરીએ તો સરગાસણની નીલકંઠ સોસાયટીમાં જોતા મળે સંદીપભાઈ પ્રવીણભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. સંદીપભાઈ નો 13 વર્ષનો દીકરો નીરવ ધોરણ આઠમાં અભ્યાસ કરતો હતો. દરરોજની જેમ નીરજ સોસાયટીમાં નીચે મિત્રો સાથે રમવા માટે ગયો હતો.
જ્યારે નીરજ ચોથા મળેથી નીચે ઉતરતો હોય છે, ત્યારે તેને કંઈક અવાજ આવે છે. જેના કારણે નીરવ નીચે જવાની જગ્યાએ પાંચમા માળે ઉપર જાય છે. પછી નીરવ એ ઉપર જઈને જોયું તો ત્યાં લિફ્ટની ખાલી જગ્યામાં એક કબૂતર ફસાયેલું હતું અને તે તરફડીયા મારી રહ્યું હતું. આ જોઈને નિરવ કબુતરને બચાવવા માટેના પ્રયાસો શરૂ કરી દે છે. કબુતરને બચાવવા માટે નીરવ લિફ્ટની બાજુની બારીમાં લાગેલી સિમેન સીટ પર પગ મૂકે છે.
ત્યાં પગ મુકતા જ નિરવ લિફ્ટની ખાલી જગ્યામાં નીચે પડ્યો હતો. આ કારણોસર તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું તડપી તડપીને મોત થયું હતું. આ વાત ના સમાચાર મળતા જ પટેલ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. મિત્રો ભવિષ્યમાં આવી દુર્ઘટના તમારા બાળકો સાથે પણ ન બને તેથી તમારા બાળકો નાના હોય ત્યારે તેમનું ખાસ ધ્યાન રાખજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment