હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગળતેશ્વર તાલુકાના છોકરીયા ગામની સીમામાંથી એક યુવકનું મૃતદેહ મળી આવ્યું હતું. સીમામાંથી મળેલું મૃતદેહ ટીંવાના મુવાડા ગામના જેમ ટ્રેનરનું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ મોડી રાત્રે યુવકનું મૃતદેહ મળી આવ્યું હતું.
ત્યારબાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળી રહ્યું છે કે યુવકનું મૃત્યુ હાર્ટ એટેક આવવાના કારણે થયું છે. મૃત્યુ પામેલા યુવકનું નામ હાર્દિક વિષ્ણુભાઈ પટેલ હતું અને તેની ઉંમર 32 વર્ષની હતી. હાર્દિક એક જેમ ટ્રેનર હતો. મળતી માહિતી અનુસાર અમદાવાદ ઈન્દોર હાઇવે પર પેટ્રોલિંગ કરી રહેલા સેવલીયા પોલીસને રવિવારના રોજ મોટી રાત્રે હાર્દિકનું મોપેડ મળી આવ્યું હતું.
ત્યારે પોલીસે ત્યાં તપાસ કરી હતી આ દરમિયાન મોપેડ ની બાજુમાં આવેલા 6 ફૂટ ઊંડી નીકમાંથી હાર્દિકનું મૃતદેહ મળી આવ્યું હતું. પછી પોલીસે મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. હાર્દિકના મૃતદેહના પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે હાર્ટ એટેક આવવાના કારણે હાર્દિકનું મૃત્યુ થયું છે.
આ ઘટના બનતા જ હાર્દિકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને હાર્દિકની પત્નીએ જણાવ્યું કે, મારા મમ્મી અમેરિકાથી આવવાના હતા અને અમે બંને જણા તેને એરપોર્ટ લેવા જવાના હતા. પરંતુ મારી નણંદ નો ફોન આવ્યો એટલે અમે એરપોર્ટ જવાનું કેન્સલ રાખ્યું હતું.
જેથી સાંજે 5:00 વાગ્યાની આસપાસ હાર્દિક જીમ પર જવા માટે નીકળ્યા હતા. મેં પોણા નવે ફોન કરીને તેમને ઘરે આવવાનું કહ્યું ત્યારે બે મિનિટમાં આવું તેમ કહીને તેમને ફોન કાપી નાખ્યો હતો. પછી 15 મિનિટ પછી બે નવ વાગ્યાથી સતત હાર્દિકને ફોન કર્યા પરંતુ ફોન લાગતા ન હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment