રાજ્યમાં હાલમાં અકસ્માતની ઘટનાઓ ના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. અકસ્માતના એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ અત્યાર સુધીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે હાલમાં જ એક કરુણ ઘટના સામે આવી છે. આ ઘટનાના કારણે સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
મળતી માહિતી અનુસાર રાયપુરના થાના વિસ્તારમાં બપોરના સમયે એક ટેકટર અચાનક પલટી ખાઇ ગયું હતું. અકસ્માત દરમિયાન 4 લોકોના મૃત્યુ થયા હતા અને 19 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઉપરાંત ઈજાગ્રસ્ત લોકોને આસપાસના લોકો દ્વારા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતા અહેવાલ મુજબ 23 લોકો ટ્રેક્ટર માં અસ્તિ વિસર્જન કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ ટ્રેક્ટર નુ ટાયર ફાટતા ગંભીર અકસ્માત સર્જાયો હતું. આ ઘટનામાં ઘટનાસ્થળે જ 4 લોકોના મૃત્યુ થયા હતા અને 19 લોકો હાલમાં સારવાર માટે હોસ્પિટલમાં છે.
આ સમગ્ર ઘટનાની મૃત્યુ પામેલા લોકોના પરિવારને જાણ થતા પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે અચાનક જ ટ્રેક્ટર નુ ટાયર આ ટ્રેક્ટર ચાલકે ટેકટર પોતાનો કાબૂ ગુમાવ્યો હતો અને તેના કારણે ટ્રેકટર-ટ્રોલી સાથે પલટી ખાઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતા 108 પણ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી.
આ ઘટનાની જાણ થતા વિધાયક વાલ સિંહ તાત્કાલિક હોસ્પિટલ એ ઈજાગ્રસ્ત લોકોની મુલાકાતે પહોંચ્યા હતા અને તેઓએ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાની સહાય તેમજ ઇજા પહોંચેલા વ્યક્તિઓને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment