તાલિબાનીઓએ અમેરિકાના સેનાના પ્લેનને બનાવી દીધો હિચકો, ત્યારબાદ કરી રહ્યા છે એવું કે – જુઓ વિડિયો

138

કાબુલમાં થી અમેરિકાના સેના ની વાપસી બાદ તાલિબાનીઓએ અફઘાનિસ્તાન પર કબજો મેળવી લીધો હતો. હવે અફઘાનિસ્તાનમાં સરકાર પણ રચવામાં આવી છે. જ્યારે અમેરિકન સેનાના પરત ફરી ત્યારે અમેરિકન સેનાના ઘણા સાધનો અને સેનાના વિમાનો છૂટી ગયા હતા.

તેનો ઉપયોગ હવે તાલિબાનીઓ પોતાના મનોરંજન માટે કરી રહ્યા છે. ત્યારે તાલિબાનીઓનો મનોરંજનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે તાલિબાનીઓ અમેરિકાના સેનાના પ્લેન સાથે દોરડા બાંધીને બનાવ્યો છે. મળતી માહિતી મુજબ ડિસેબલ હોવાના કારણે આ સૈન્ય પ્લેન ઉડી શકે તેવી સ્થિતિમાં ન હોતું.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે પ્લેન સાથે દોરડું બાંધીને તાલિબાનીઓએ હિચકો બનાવ્યો છે અને અને તાલિબાનીઓ હિચકો ખાવાનો આનંદ માણી રહ્યા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એ વ્યક્તિ ઇસકા માં બેઠો છે અને આસપાસ ઉભેલા લોકો તેને ઝુલાવી રહ્યા છે.

આ પહેલા પણ તાલિબાનીઓ ના આવા ઘણા મનોરંજનના વીડિયો વાયરલ થયા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કોઈ દી ન જોયું હોય તેમ તાલિબાનીઓ હીચકા ખાઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!